Complaint of rape of two married women in Surat
  • Home
  • Gujarat
  • ડાયમંડ સિટી શર્મસાર, સેલ્સગર્લ પર બોસનો તો બીજી ઘટનામાં પરિણીતા સાથે પાશવી બળાત્કાર

ડાયમંડ સિટી શર્મસાર, સેલ્સગર્લ પર બોસનો તો બીજી ઘટનામાં પરિણીતા સાથે પાશવી બળાત્કાર

 | 7:10 pm IST

ગુજરાત (Gujarat)માં દિવસે ને દિવસે બળાત્કાર (Rape Case) અને છેડતીની ઘટનાઓએ માઝા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં જાણે મહિલાઓ સુરક્ષિત જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યાં જ ડાયમંડ સિટી સુરત (Surat City)ની વાત કરીએ તો અહિંયા પણ મહિલાઓ પર દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યાં જ આજે તો સુરતમાં દુષ્કર્મના બે બનાવની (Rape of Two Married Women in Surat) પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બંન્ને ફરિયાદોમાં શહેરની બે પરણિતાઓએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સરથાણા (Sarthana)અને ગોડાદરાની મહિલાએ દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રથમ કિસ્સામાં શહેરના સરથાણા વિસ્તારમાં બની છે જ્યાં ભાઈને ભાગીદારીમાંથી છૂટો કરી દેવાની ધમકી આપી બહેનને બ્લેક મેઈલ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચવામાં આવ્યું હતું. લિંબાયત ગોડાદરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતા ઉપર તેના ભાઈના કાપડ વેપારી ભાગીદારે બળાત્કાર ગુજાર્યો. ભાગીદારે પરિણીતાને તેના ભાઈને ધંધામાંથી કાઢી મુકવાની ધમકી આપી અને તેની મજબુરીનો ફાયદો ઉઠાવી અવારનવાર બળાત્કાર ગુજાર્યો. બાદમાં પરિણીતા તાબે ન થતા વેપારીએ તેને બદનામ કરી હતી. ત્રણ વર્ષ પહેલા બનેલા આ બનાવ અંગે આખરે પરિણીતાએ હિંમત કરી ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ વેપારી અને તેના મિત્રો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

શહેરના બીજા કિસ્સામાં બોસે સેલ્સગર્લ તરીકે કામ કરતી 29 વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બોસે સેલ્સગર્લને નોકરી પર રાખ્યા બાદ તેના ઉપર દાનત બગાડી હતી. અને એક દિવસ પરિણીતા ઓફિસમાં આવી ત્યારે ઓફિસમાં અન્ય કોઈ ન હોય. એકલાતનો લાભ ઉઠાવી તેની ઓફિસમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેને ધમકી આપી હતી કે, સમાધાન નહીં કરે તો તેણીના પતિને જાનથી મારી નાંખીશ. બનાવ અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે શૈલેષ બોધરા સામે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ વીડિયો પણ જુઓ : સુરત મનપાના ડસ્ટબીન બન્યા ભંગાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન