Complaint of wife making false demand by family diar on land issue
  • Home
  • Ahmedabad
  • બાયડ: જમીન વિવાદમાં દિયરે જ ભાભી પર નજર બગાડી

બાયડ: જમીન વિવાદમાં દિયરે જ ભાભી પર નજર બગાડી

 | 4:18 pm IST
  • Share

  • જમીનના મુદ્દે કૌટુંબીક દિયરે ખોટી માગણી કરી

  • પરિણીતાની પોલીસમાં ફરિયાદ

  • પરિણીતાએ આંબલીયારા પોલીસમાં ફરિયાદ નોંધાવી

બાયડ તાલુકાના જુના ઉંટરડા ગામની પરણીતાને તેના કૌટુંબીક દિયરે ફોન કરી પતિની જમીનના વિવાદમાં ખુલાસો કરી આપવાના બદલામાં ખોટી શારીરીક માગણી કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

આંબલીયારા પોલીસ સ્ટેશને સેજલબેન આશીષકુમાર શાહે (ઉ.વ. 30, રહે. જુના ઉંટરડા, તા. બાયડ) નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તેનપુર પીએચસીમાં આશાવર્કર તરીકે કામ કરે છે. તેમના પતિ દહેગામમાં ઝેરોક્ષ-સ્ટેશનરીની દુકાન ધરાવે છે. ગત તા. 7 જાન્યુઆરીના રોજ પરણીતા સાંજે તેના ઘેર હતી ત્યારે તેના મોબાઈલ ફોન પર તેના કૌટુંબીક દિયર જીજ્ઞેશભાઈ અશોકભાઈ શાહ (મુળ રહે. જુના ઉંટરડા, હાલ રહે. ગોતા, અમદાવાદ)નો ફોન આવ્યો હતો. તેમણે ફોન પર જમીનનો ખુલાસો કરી આપવાની વાત કરી હતી અને કહેવા લાગ્યા હતા કે, તું મારું કામ કરી આપ અને તું મને ઘરે ક્યારે બોલાવીશ તેમ કહ્યું હતુ.

આરોપીએ પરણીતાને વોટ્સેપ ઉપર પણ વારંવાર ફોન કર્યા હતા. આ અંગે પરણીતાની ફરિયાદના આધારે આંબલીયારા પોલીસે ઈપીકો કલમ ૫૦૭ હેઠળ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો