સ્વાતિ માલીવાલ વિરુદ્ધ ACBમાં ફરિયાદ નોંધાઈ, પદના દુરુપયોગનો આરોપ - Sandesh
  • Home
  • India
  • સ્વાતિ માલીવાલ વિરુદ્ધ ACBમાં ફરિયાદ નોંધાઈ, પદના દુરુપયોગનો આરોપ

સ્વાતિ માલીવાલ વિરુદ્ધ ACBમાં ફરિયાદ નોંધાઈ, પદના દુરુપયોગનો આરોપ

 | 11:08 am IST
  • Share

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ એક પછી એક મુશ્કેલીમાં ઘેરાતા જાય છે. તાજેતરમાં જ રેપ પીડિતાનું નામ જાહેર કરવા બદલ તેમની વિરુદ્ધ દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી હતી અને હવે સ્વાતિ માલીવાલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિરોધક શાખા (ACB)માં ફરિયાદ નોંધાઈ છે.

વાત જાણે એમ છે કે દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ ઓમેશ સહેગલે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પર પદના દુરઉપયોગનો આરોપ લગાવતા તેમની વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ નોંધાવી છે. એક વરિષ્ઠ એસીબી અધિકારીએ પુષ્ટિ કરતા કહ્યું કે સહગલે ફરિયાદ નોંધાવી છે અને તેની તપાસ થઈ રહી છે. આ અગાઉ સહગલે ઉપ રાજ્યપાલ નજીબ જંગને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે માલીવાલે એક ખાનગી ક્લબને કારણ બતાવો નોટિસ જારી કરીને પદનો દુરઉપયોગ કર્યો.

અત્રે જણાવવાનું કે જુલાઈ મહિનામાં ક્લબની એક મહિલા સભ્યએ ઓમેશ સહગલ પર હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. મહિલા સભ્યના જણાવ્યાં મુજબ ઓમેશ સહગલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાં બાદ મહિલા અને તેના પતિને ક્લબમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતાં. આ ઘટના બાદ મહિલાએ દિલ્હી મહિલા આયોગનો દરવાજો ખખડાવ્યો હતો. મહિલાની ફરિયાદ પર દિલ્હી મહિલા આયોગે પંચશીલ ક્લબને નોટિસ ફટકારીને પૂછયું હતું કે મહિલાની ફરિયાદને ક્લબે લોકલ કમ્પલેન્ટ સમિતિ સુધી કેમ પહોંચાડી નથી અને ફરિયાદ કરનાર મહિલા અને તેના પતિને ક્લબમાંથી કેમ સસ્પેન્ડ કરાયા?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો