કપિલ શર્માએ બિકાનેરનો માન્યો આભાર, કહ્યુ કંઇક ‘આવું’

151

કોમેડીયન-અભિનેતા કપિલ શર્માએ બીકાનેરમાં ફિલ્મ ‘ફિરંગી’નું પ્રથમ ચરણનું શૂટિંગ પૂર્ણ કરી લીધુ છે. કપિલ આ ફિલ્મ દ્વારા ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. કપિલે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, બીકાનેરમાં ફિલ્મનું પ્રથમ ચરણનું શૂટિંગ પૂર્ણ.પ્રેમ, ઉત્સાહ, ભજીયા અને પાપડ માટે ધન્યવાદ બીકાનેર. મારી બેગ સામાનથી વજનદાર બની ગઇ છે.

તમને જણાવી દઇએ કે, કપિલ ‘ફિરંગી’માં નિર્માણની સાથે સાથે અભિનય પણ કરી રહ્યો છે, ફિલ્મમાં પોતાની ભૂમિકાને જોરદાર બનાવવા માટે તે હાલમાં પ્રશિક્ષણ પણ લઇ રહ્યો છે. રાજીવ ઢીંગરા નિર્દેશિત આ ફિલ્મમાં કપિલની સાથે ઇશિતા દત્તા પણ પ્રમૂખ ભૂમિકામાં છે.

નોંધનિય છે કે, કપિલે કોમેડી શો ‘ધ ગ્રેટ ઇંડિયન લાફ્ટર ચેલેન્ઝ-3’ જીતીને પોતાની આગવી ઓળખ અને લોકપ્રિયતા મેળવી છે. કપિલે ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરુ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. હાલમાં તે ‘ધ કપિલ શર્મા શો’નાં માધ્યમથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.