બે કિન્નર સહિત 22 સભ્યો સાથે ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડની રાજ્યમાં રચના - Sandesh
  • Home
  • Gandhinagar
  • બે કિન્નર સહિત 22 સભ્યો સાથે ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડની રાજ્યમાં રચના

બે કિન્નર સહિત 22 સભ્યો સાથે ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડની રાજ્યમાં રચના

 | 9:46 pm IST

ગુજરાત સરકારે બે કિન્નર વર્ગના પ્રતિનિધીઓ સાથે ૨૨ સભ્યો ધરવાતા ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડની રચના કરી છે. હવે આ બોર્ડમાં કિન્નર વર્ગના બે સભ્યો અને લિંગ પરિવર્તન કરાવનારા એક મહિલા અને એક પુરૃષ એમ કુલ ચાર બિન સરકારી સભ્યોની નિમણૂંક કરવામાં આવશે.

સુપ્રિમ કોર્ટે જાતિ પરિવર્તન પામેલા નાગરીકોને ત્રીજી જાતિ તરીકે માન્યતા આપવા આદેશ કર્યો હતો. જેમાં કિન્નર વ્યઢંળ જેવી સામાજીક સાંસ્કૃતિક ઓળખ ધરાવતી વ્યક્તિઓનો પણ સમાવેશ કર્યો હતો. આવા નાગરીકોના આરોગ્ય, શિક્ષણ, રોજગાર, સુરક્ષા સંદર્ભે રાજ્ય કલ્યાણ બોર્ડની રચના 15 એપ્રિલ 2014ના રોજ સુપ્રિમના આદેશનો ગુજરાત સરકારે પાંચ વર્ષે અમલ કર્યો છે.

સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રીના અધ્યક્ષપદે રચાયેલા આ બોર્ડમાં સેક્રેટરીઓ, ડાયરેક્ટર સહિત 16 ઓફિસરોની નિયુક્તિ થઈ છે. જ્યારે એક મહિલા અને એક પુરૂષ ટ્રાન્સજેન્ડર તેમજ વ્યઢંળ વર્ગના બે પ્રતિનિધીઓ સમેત આ ક્ષેત્રમાં કાર્યરત સ્વૈચ્છિક સંગઠનોના બે એમ કુલ 6 બિન સરકારી પ્રતિનિધીઓની નિયુક્તિ માટે સરકારે શોધખોળ શરૃ કરી છે. આ નિયુક્તિ બાદ બોર્ડની પહેલી બેઠક યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન