કમ્પ્યુટર નોલેજ : કમ્પ્યુટરનો દુશ્મન વાઇરસ - Sandesh
  • Home
  • Featured
  • કમ્પ્યુટર નોલેજ : કમ્પ્યુટરનો દુશ્મન વાઇરસ

કમ્પ્યુટર નોલેજ : કમ્પ્યુટરનો દુશ્મન વાઇરસ

 | 6:36 pm IST

ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે વાઇરસનો હુમલો આપના કમ્પ્યુટરને નુકસાન કરતો હોય છે. પરંતુ જો થોડી સાવધાની રાખવામાં આવે તો સમસ્યામાંથી મુક્ત થઈ શકાય

  • તમારે કમ્પ્યુટરમાં એક સારા એવા એન્ટિ વાઇરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ. એન્ટિ વાઇરસ સોફ્ટવેર કમ્પ્યુટરમાં વાઇરસને ફેલાવતો અટકાવે છે અને વાઇરસને દૂર પણ કરે છે. જો તમે ઇન્ટરનેટનો વધ ઉપયોગ કરતાં હોવ તો એન્ટિ વાઇરસ સોફ્ટવેરને ચોક્કસપણે અપડેટ કરાવો. હવે એવાં પણ એન્ટિ વાઇરસ સોફ્ટવેર આવે છે જે આપોઆપ જ અપડેટ થઈ જાય છે. તેમ છતાં થોડી સાવધાની રાખવી જરૂરી છે.
  • એન્ટિ વાઇરસ સોફ્ટવેર કેટલાક ખાસ પ્રકારના કોડ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ ફાઈલ આ કોડ્સને મળતી આવે છે ત્યારે આ પ્રોગ્રામ તેને બ્લોક કરી દે છે અને આપણને જણાવે છે કે સિસ્ટમમાં વાઇરસ છે.
  • ઇ-મેલ, પેન ડ્રાઇવ તેમજ સીડીમાંથી ડેટા લેતી વખતે તેમજ ઇન્ટરનેટ પરથી કોઈ ફાઇલ ડાઉનલોડ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ તેમજ એન્ટિ વાઇરસથી સ્કેન કરી લેવું જ હિતાવહ છે.
  • જો સિસ્ટમમાં વાઇરસ આવી જાય તો આખી સિસ્ટમને એન્ટિ વાઇરસ સોફ્ટવેર વડે સ્કેન કરી લેવી જોઈએ, જેનાથી વાઇરસ મળતાં તેને તુરંત જ હટાવી શકાય છે.
  • વાઇરસયુક્ત પેન ડ્રાઈવ, સીડી કે ડીવીડીનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરવો જોઇએ.
  • હવે બજારમાં ઘણી એવી કંપનીઓ છે, જે સારા એવાં એન્ટિ વાઇરસ સોફ્ટવેર બનાવે છે અને આ સોફ્ટવેર આપણી સિસ્ટમને અનુરૂપ હોવાથી કમ્પ્યુટરને નુકસાનીથી બચાવે છે. આ સોફ્ટવેર માર્કેટ તેમજ ઇન્ટરનેટ દ્વારા ખરીદી શકાય છે. ઉપરાંત તેનાં અન્ય વર્ઝન પણ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે, પરંતુ આ બધાં કેટલાક સમય સુધી જ કાર્યરત રહેતાં હોય છે. કાર્યઅવધિ પૂરી થતાં તેને ફરીથી અપડેટ કરવાં પડે છે.
  • મિત્રો, તમારે તમારી મહત્ત્વની ફાઈલો પ્રોગ્રામિંગથી જોડેલા સોફ્ટવેરમાં તેમજ અલગ સીડી અને ડીવીડીમાં લોડ કરી રાખવી જોઈએ, જેથી જરૂર પડયે તેનો ઉપયોગ કરી શકાય.