કમ્પ્યુટર નોલેજ : હેંગ થયેલા કમ્પ્યૂટરને રિસ્ટાર્ટ કર્યા વગર ચાલુ કરો - Sandesh
  • Home
  • Kids Corner
  • કમ્પ્યુટર નોલેજ : હેંગ થયેલા કમ્પ્યૂટરને રિસ્ટાર્ટ કર્યા વગર ચાલુ કરો

કમ્પ્યુટર નોલેજ : હેંગ થયેલા કમ્પ્યૂટરને રિસ્ટાર્ટ કર્યા વગર ચાલુ કરો

 | 3:18 pm IST

કમ્પ્યૂટર પર કામ કરતી વખતે ઘણી વખત અચાનક કમ્પ્યૂટરની સ્પીડ ઘટી જાય છે અને પછી એકસાથે વધુ ફાઇલ્સ ખુલ્લી હોય તો કમ્પ્યૂટર હેંગ પણ થઈ જાય છે. કામ કરતી વખતે જો કમ્પ્યૂટર હેંગ થઈ જાય તો બધું જ કામ અટકી પડે છે અને ફરીથી કમ્પ્યૂટરને રિસ્ટાર્ટ કરવું પડે છે. આ સ્થિતિ નિવારવા માટે એક ટેક્નિક અજમાવવામાં આવે તો એક પણ ફાઇલ બંધ કર્યા વગર ફરીથી કમ્પ્યૂટરને કામ કરતું કરી શકાય છે. આ રીત એકદમ સરળ છે અને તેની મદદથી કામમાં આવી રહેલો અવરોધ ઘણા અંશે નિવારી શકાય છે.

  • કંટ્રોલ, શિફ્ટ અને કી બોર્ડની એકદમ ડાબી તરફ આવેલી કી ESC એકસાથે પ્રેસ કરીએ એટલે વિન્ડો ટાસ્ક મેનેજરનું બોક્સ ખૂલશે.
  • આ બોક્સમાં છેલ્લે એન્ડ ટાસ્ક નામનો વિકલ્પ હશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • આટલું કરીએ એટલે કમ્પ્યૂટર ફરીથી શરૂ થઈ જશે.
  • ટાસ્ક મેનેજરનું બોક્સ ખૂલે તેમાં અન્ય પણ ઘણા વિકલ્પો હોય છે. જેમ કે, કમ્પ્યૂટરને શટ ડાઉન કરી દેવું હોય તોપણ આ બોક્સ ઉપયોગી થઈ શકે છે.