કમ્પ્યુટર નોલેજ : ફોલ્ડર ક્રેશ થાય ત્યારે શું કરશો? - Sandesh
  • Home
  • Kids Corner
  • કમ્પ્યુટર નોલેજ : ફોલ્ડર ક્રેશ થાય ત્યારે શું કરશો?

કમ્પ્યુટર નોલેજ : ફોલ્ડર ક્રેશ થાય ત્યારે શું કરશો?

 | 5:25 pm IST

તમે ઘણી વાર જોયું હશે કે વિન્ડોઝ એક્સ્પીમાં એક કરતાં વધારે ફોલ્ડર ઓપન કરીને કોઈ કામ કરતાં હોઈએ ત્યારે અચાનક કોઈ એરર આવવાથી કે કમ્પ્યૂટરની પ્રોસેસ ગૂંચવાતાં ફોલ્ડર ક્રેશ થાય છે. આવી સ્થિતિમાં એરર આવીને જે-તે ફોલ્ડર તો બંધ થઈ જાય છે, પરંતુ આપોઆપ બીજા ઓપન કરેલાં ફોલ્ડર્સ પણ બંધ થઈ જાય છે. હવે જ્યારે ઘણાં બધાં ફોલ્ડર્સ ઓપન કરી રાખ્યાં હોય અને તેમાં પણ એક ફોલ્ડરના વાંકે બધાં બંધ થઈ જાય ત્યારે મુશ્કેલી વધી જાય છે, કારણ કે કેટલાં અને કયાં ફોલ્ડર્સ આપણે ઓપન કરી રાખ્યાં હતાં તે પણ યાદ રહેવું મુશ્કેલ હોય છે. જો આવી સ્થિતિનો સામનો કરવો પડતો હોય તો તેનાથી બચવા માટેની એક સરળ રીત અહીં આપવામાં આવી છે, જે અજમાવીને આ મુશ્કેલીમાંથી બચી શકાય છે.

* Start > (Settings) > Control Panel > Folder Optionsમાં જાઓ.

* View ટેબ પર ક્લિક કરો.

* Advanced Settings હેડિંગ હેઠળના ઓપ્શનમાં Launch folder windows in a separate process સિલેક્ટ કરી ok કરી દો.