કમ્પ્યુટર નોલેજ : સિક્યુરિટી સર્ટિફિકેટ એરર આવે ત્યારે શું કરવું? - Sandesh
  • Home
  • Featured
  • કમ્પ્યુટર નોલેજ : સિક્યુરિટી સર્ટિફિકેટ એરર આવે ત્યારે શું કરવું?

કમ્પ્યુટર નોલેજ : સિક્યુરિટી સર્ટિફિકેટ એરર આવે ત્યારે શું કરવું?

 | 9:40 pm IST

દરરોજ તમારું કામ સરળતાથી અને કોઈ મુશ્કેલી વગર થઈ રહ્યું હોય, પરંતુ કોઈ એક દિવસ જ્યારે તમે ખૂબ જ ઉપયોગી સાઇટ ઓપન કરી રહ્યા હો અથવા જરૂરી ઈ-મેઇલ એકાઉન્ટમાં સાઇન-ઇન કરી રહ્યાં હો અને તે ઓપન ન થાય પણ તેને બદલે એરર આવી જાય તો!

આવા સમયે તમે ઇન્ટરનેટના કનેક્શનથી માંડીને કમ્પ્યુટર સુધી બધું જ તપાસી લેશો, પરંતુ આ એરર જે-તે સાઇટ કે ઈ-મેઇલ એકાઉન્ટ ઓપન કરતી વખતે ફરીથી આવી જશે. વાસ્તવમાં આ એરર સિક્યુરિટી સર્ટિફિકેટની છે. જે બધી વેબસાઇટ ઓપન કરતી વખતે આવતી નથી, પરંતુ કેટલીક સાઇટ કે ઈ-મેઇલ એકાઉન્ટમાં સાઇન-ઇન કરતી વખતે ચોક્કસ આવે છે. બીજાના કમ્પ્યુટરમાં તમારું ઇ-મેઇલ એકાઉન્ટ ઓપન કરો તો થાય, પરંતુ તમારા કમ્પ્યુટરમાં જ તે ઓપન ન થાય અને પાછી સિક્યુરિટી સર્ટિફિકેટની એરર આવી જાય છે. આ સમસ્યાનો ઇલાજ ખૂબ જ સરળ છે.

ઇન્ટરનેટ સર્ફ કરવા માટે કમ્પ્યુટર યુઝર્સ વિવિધ બ્રાઉઝરનો ઉપયોગ કરતાં હોય છે, પરંતુ જો આ એરર એક બ્રાઉઝરમાં આવતી હોય તો અન્યમાં પણ આવવાની જ છે. માત્ર તેનો દેખાવ અલગ હોય છે.

શું છે આ સર્ટિફિકેટ એરર?

સર્ટિફિકેટ એરર બ્રાઉઝરનો પ્રોબ્લેમ નથી, પરંતુ તમે જે સાઇટનો ઉપયોગ કરો છો તેનો પ્રોબ્લેમ છે. દરેક સાઇટનું વેલિડ સર્ટિફિકેટ હોય છે. તેનો અર્થ એ છે કે, આ સાઇટ સુરક્ષિત છે. જો કોઈ પણ કારણસર સાઇટનું સર્ટિફિકેટ વેલિડ ન હોય તો તેને ઓપન કરતાં એરર આવે છે. બ્રાઉઝરમાં આવતી એરરો આ પ્રમાણે છે.

Microsoft IE-There is a problem with this web site Security Certificate.

Mozilla Firefox-Secure Connection Failed.

Google Chrome-The server’s Security. Certficate is not yet valid.

એરર આવવાનાં મુખ્ય ૩ કારણો

* જે તે સાઇટનું સિક્યોરિટી સર્ટિફિકેટ એક્સપાયર્ડ થઈ ગયું હોય.

* વેબસાઇટ તમારા કમ્પ્યુટર માટે વિશ્વાસપાત્ર ન હોય.

* કમ્પ્યુટરમાં ડેટ અને ટાઇમ ખોટાં હોય.

મોટા ભાગના લોકોને આ એરર કમ્પ્યુટરની ખોટી ડેટ અને ટાઇમના કારણે જ આવતી હોય છે. તે માટે નીચેના સ્ટેપ્સને અનુસરો.

સ્ટેપ-૧

ટાસ્કબારમાં જમણી બાજુએ જ્યાં સમય લખેલો હોય તેમાં ડબલ ક્લિક કરતાં ડેટ એન્ડ ટાઇમ પ્રોપર્ટી ઓપન થશે.

સ્ટેપ-૨

ડેટ એન્ડ ટાઇમ ટેબ પર ક્લિક કરો. ડેટના બોક્ષમાં કેલેન્ડર હશે તેમાંથી યોગ્ય તારીખ સિલેક્ટ કરો અને ટાઇમના બોક્સમાં લખીને અથવા અપ-ડાઉન બટન દ્વારા ટાઇમ સેટ કરો. ચેન્જીસને સેવ કરવા ઓકે બટન પર ક્લિક કરો.

સ્ટેપ-૩

જો વારંવાર કમ્પ્યુટરની ડેટ અને ટાઇમ સેટ કરવા છતાં તે ફરી જતી હોય તો તે cmos બેટરીની સમસ્યા છે, તેથી બેટરી જલદીથી બદલાવી નાંખવી. કોઈ કારણસર બેટરી ન બદલાઈ હોય અને ઈ-મેઇલ ઓપન કરવા હોય તો ડેટ અને ટાઇમ સેટ કરવો.