condom-use-decreased-by-52-percent-whereas-abortion-and-emergency-pills-use
  • Home
  • Sex & Relationship
  • ભારતમાં કૉન્ડમથી કેમ ભાગી રહ્યા છે પુરુષો, સામે આવ્યું આ કારણ!

ભારતમાં કૉન્ડમથી કેમ ભાગી રહ્યા છે પુરુષો, સામે આવ્યું આ કારણ!

 | 1:12 pm IST

દેશમાં ટોટસ ફર્ટિલિટી રેટ (TFR)માં ઘટાડો આવવાની સાથે સાથે પરિવાર નિયોજનના સાધનોનો ઉપયોગ પણ ઓછો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક રિપોર્ટ મુજબ, છેલ્લા 8 વર્ષ દરમ્યાન દેશમાં કૉન્ડમનો ઉપયોગમાં લગભગ 52 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે નસબંધી કરાવવાના મામલામાં 75 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. તેની સાથે સામાન્ય ગર્ભનિરોધક ગોળીઓના ઉપયોગમાં પણ લગભગ 30 ટકા સુધીનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. મંત્રાલયનો આ રિપોર્ટ 2008થી 2016 સુધીની વચ્ચે કરવામાં આવેલા સર્વેના આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે.

કૉન્ટ્રસેપ્ટિવ્સનો ઉપયોગમાં 35ટકાનો ઉપયોગ
સ્વાસ્થ્ય મંત્રાલયનો આ રિપોર્ટ જણાવે છે કે દેશના સૌથી વધુ કપલ્સ હવે પરિવાર નિયોજન માટે અર્બોર્શન અને ઈમરજન્સી પિલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. રિપોર્ટ કહે છે કે જો આ રીતના કૉન્ટ્રસેપ્ટિવ્સ વિશે વાત કરીએ તો તેમાં કુલ ઉપયોગમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યાં સુધી કૉન્ડમના ઉપયોગનો સવાલ છે તો કેરળ જેવા સૌતી વધારે સાક્ષરતા ધરાવતા રાજ્યમાં 42 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે અને તેનું ઉલ્ટું બિહારમાં તેનો ઉપયોગ કરનારની સંખ્યા છેલ્લા 8 વર્ષો દરમ્યાન 4 ઘણી વધી ગઈ છે. સાથે બિહારમાં ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ પણ વધ્યો છે.

પુરુષો કેમ નથી કરી રહ્યા કૉન્ડમ?
સોશિયલ મીડિયા પર અમે એક પોલ કરાવ્યો જેમાં અમે લોકોને માત્ર એક સવાલ પૂછ્યો હતો કે શું પુરુષ કૉન્ડમનો ઉપયોગ કરતા ડરે છે? આ સવાલના જવાબમાં લગભગ 62 ટકા લોકોનું કહેવું હતું કે, પુરુષો કૉન્ડમનો ઉપયોગ નથી કરવા માંગતા, જ્યારે 38 ટકા લોકોનું કહેવું હતું કે, એવું નથી. આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે કૉન્ડમનો ઉપયોગ એવા સમયે ઓછો કરવામાં આવી રહ્યો છે જ્યારે આપણો દેશ આબાદી નિયંત્રણ માટે ફેમિલી પ્લાનિંગ એટલે પરિવાર નિયોજનની સૌથી વધારે જરૂર છે અને કૉન્ડમ ખૂબ સરળતાથી ઉપલબ્ધ થનાર ગર્ભનિરોધક ઉપાય છે.

પુરુષો દ્વારા ગર્ભનિરોધક ઉપાયોનો ઉપયોગ ન કરવાનું પરિણામ એવું આવે છે કે મહિલાઓને તેની જવાબદારી ઉઠાવવી પડે છે અને તેમને IUD અથવા તો ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરવો પડે છે જેના લીધે ઘણી વખત મહિલાઓના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે.