કંડકટરે સમયસર બસના દરવાજા બંધ નહીં કર્યા હોત તો લાશોનો ઢગલો થઇ જાત! - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • કંડકટરે સમયસર બસના દરવાજા બંધ નહીં કર્યા હોત તો લાશોનો ઢગલો થઇ જાત!

કંડકટરે સમયસર બસના દરવાજા બંધ નહીં કર્યા હોત તો લાશોનો ઢગલો થઇ જાત!

 | 6:42 pm IST

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં વલસાડની બસ ઉપર થયેલા આતંકી હુમલા દરમિયાન બસ ડ્રાઇવર સલીમ, કંડકટર અને ટૂર ઓપરેટર હર્ષ દેસાઇની જાબાંઝીને કારણે જાનમાલની વધુ ખુવારી થતી બચી છે. બસમાં સવાર વલસાડના યાત્રી સુમિત્રાબેન પટેલે કહ્યું કે, ગોળીબાર દરમિયાન કંડકટર પણ તેની જાનની બાજી લગાવી બસના ખુલ્લા રહી ગયેલા દરવાજા બંધ કરવા દોડી ગયો હતો.

કંડકટરે બસમાં ચઢવાનો પ્રયાસ કરી રહેલા આતંકીને લાત મારીને બહાર ફેંકી દઈ દરવાજો બંધ કરી દીધો હતો. જો સમયસર દરવાજા બંધ નહીં કર્યા હોત તો આતંકીઓ તેમના નાપાક ઇરાદા પૂરા કરવા બસમાં ચઢી ગયા હોત અને બસમાં લાશોનો ઢગલો થઇ જાત. ત્રણ આતંકવાદીઓ બાઇક ઉપર સવાર હતા. તેમણે મિલેટરી રંગનો ડ્રેસ પહેર્યો હતો.

આતંકી હુમલા દરમિયાન બસ ડ્રાઇવર સલીમ, કંડકટર અને ટૂર ઓપરેટર હર્ષ દેસાઇની હિંમત વચ્ચે બસ ઉપર અંધાધૂંધ ગોળીબાર કરી રહેલા આતંકવાદીઓના તેમના મનસૂબામાં પૂરેપૂરા સફળ થતા રહી ગયા હતા. ડ્રાઇવર સલીમને ગોળી વાગવાની સાથે બસનું ટાયર ફાટી ગયા હોવા છતાં બે કિલોમીટર સુધી બસ દોડાવી હતી.

આંતકી હુમલા વચ્ચે કંડકટરે પોતાની જાનની પરવાહ કર્યા વિના બસના દરવાજા બંધ કરી દીધા અને ડ્રાઇવરની બરાબર પાછળ બેઠેલા ટૂર ઓપરેટર હર્ષ દેસાઈ આંતકીઓની ત્રણ ગોળી વાગવા છતાં લોહીલુહાણ હાલતમાં ડ્રાઇવરને સતત માર્ગદર્શન આપતા રહ્યાં. અને બસમાં સવાર અન્ય યાત્રીઓનો જીવ બચાવી લેવામાં સફળતા મળી છે. મૃતકો અને ઘાયલ યાત્રીઓ સાથે આજે ત્રણેય જણાં પણ સુરત એરપોર્ટ ઉપર સલામત રીતે આવી પહોંચ્યા હતા.