Congress 12 MLAs likely to merger with TRS in Telangana
  • Home
  • Featured
  • કોંગ્રેસને પડતા પર પાટું, ગુજરાત-કર્ણાટક બાદ હવે તેલંગણામાં પાર્ટીને મોટો ઝાટકો

કોંગ્રેસને પડતા પર પાટું, ગુજરાત-કર્ણાટક બાદ હવે તેલંગણામાં પાર્ટીને મોટો ઝાટકો

 | 5:17 pm IST

પંજાબમાં પોતાના બે પ્રમુખ નેતાઓ મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ચાલી રહેલા અણબનાવથી પરેશાન કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝાટકો લાગ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીને આ ઝાટકો તેલંગણામાં લાગ્યો છે. જ્યાં તેના 18માંથી 12 ધારાસભ્યઓએ સત્તારૂઢ ટીઆરએસમાં સામેલ થવાની તૈયારી કરી છે. આ 12 ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને દળ બદલવાની માહિતી આપી છે.

મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસના 12 ધારાસભ્યોએ તેલંગણા વિધાનસભા અધ્યક્ષ પોખરામ શ્રીનિવાસ રેડ્ડીથી મુલાકાત કરી અને તેમને સત્તારૂઢ તેલંગણા રાષ્ટ્ર સમિતિ((TRS)) સાથે જોડાણની માહિતી આપી. બીજી તરફ તેલંગણા કોંગ્રેસ પ્રમુખ એન ઉત્તમ કુમાર રેડ્ડીએ કહ્યું કે ધારાસભ્યોના અન્ય દળમાં સામેલ થવા મામલે અમે લોકતાંત્રિક તરીકે લડીશું. ઉપરાંત તેમને કહ્યું કે અમે સવારથી સ્પીકરની શોધ કરી રહ્યા છે. પરંતુ તેઓ ગાયબ છે. તેમને શોધવામાં તમે અમારી મદદ કરો. કોંગ્રેસના બે તૃતીયાંશ ધારાસભ્યોના દળ બદલવાથી તેમનો સભ્યપદ જશે નથી. કારણ કે આવી સ્થિતિમાં દળબદલ વિરોધી કાયદો અમલમાં આવતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન