મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસે કર્યું એવું કે ભાજપના પેટમાં રેડાયું તેલ - Sandesh
NIFTY 10,755.00 -46.85  |  SENSEX 35,428.89 +-115.05  |  USD 67.8625 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસે કર્યું એવું કે ભાજપના પેટમાં રેડાયું તેલ

મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસે કર્યું એવું કે ભાજપના પેટમાં રેડાયું તેલ

 | 5:53 pm IST

મહેસાણા નગરપાલિકાના સત્તાધિશોએ આજથી એક નવી પોઝીટીવ પહેલ શરૃ કરી છે. જેમાં એ.સી. ચેમ્બરોમાંથી બહાર નીકળી અરજદારો જ્યાં આવે છે ત્યાં ખુરશી લગાવી બેસી તેમને સાંભળી તેમની સમસ્યા થોડી હળવી કરી હતી.

કોંગ્રેસના બે જુથ એક થયા બાદ જાણે પ્રજાજનો માટે સારી નિશાની હોય તેમ નવા નિર્ણયો લીધા બાદ આજે સવારે ઉપપ્રમુખ તેમજ કમિટીઓના ચેરમેનો ખુરશી લગાવી સામાન્ય માણસ જ્યા હોય ત્યાં બેસી ગયા હતા. આ અંગે ઉપપ્રમુખ જયદીપસિંહે જણાવ્યું કે દરરોજ એ.સી.ચેમ્બરોમાં બેસી રહીએ છીએ, ત્યાં માત્ર ઓળખીતાજ આવી શકે છે. જ્યારે જે સામાન્ય માણસ હોય તે અહી હેરાન થાય છે. આવા હજારો લોકો જે અમારી પાસે નથી આવી શકતાં. તેમના માટે અહી બેઠા છીએ. દરરોજ જેની પાસે પણ સમય હોય તેઓ અહીં બેસી લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવનાર છે.

શું આ શિરસ્તો જળવાઈ રહેશે ?
આ વાત સાચી છે,પણ નગરપાલિકાના સત્તાધીશો આવું ક્યા સુધી કરી શકશે તે પણ પ્રશ્નાર્થ છે. લોકો માટે સારી બાબત હોવાથી ખરેખર અહીજ સત્તાધીશોએ બેસવું જોઈએ તેવી લોકોની માંગ છે. લોકો કોંગ્રેસના આ કાર્યની સરાહના કરી રહ્યાં છે.