બંધના પગલે ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોની ખુલ્લી દાદાગીરી આવી સામે, જુઓ Video
September 11, 2018 | 12:19 pm IST
ભારત બંધના એલાનને પગલે ભરૂચમાં કોંગ્રસના કાર્યકરોની દાદાગીરી સામે આવી છે. દુકાન બંધ કરાવવા જબરજસ્તી અને હાથાપાઈ કરી હોવાનો વીડિયો આવ્યો સામે આવ્યો છે. કાર્યકરોએ હાર્ડવેરના વેપારીની દુકાન બળજબરી પૂર્વક બંધ કરાવી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થઇ રહ્યો છે. ગઇ કાલે ભારતબંધમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બંધને સફળ બનાવવા માટે જબરજસ્તી દુકાનો અને શાળાઓ બંધ કરાવી હતી..