ભાજપની મદદથી વસાણીએ જમીન ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો કોંગ્રેસનો આરોપ - Sandesh
  • Home
  • Gandhinagar
  • ભાજપની મદદથી વસાણીએ જમીન ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો કોંગ્રેસનો આરોપ

ભાજપની મદદથી વસાણીએ જમીન ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો કોંગ્રેસનો આરોપ

 | 8:35 pm IST

ગુજરતમાં ભાજપની સરકારની કૃપા દ્રષ્ટિથી બિલ્ડર મધુ વસાણીના પરિવારે 11,1171 કરોડનો જમીન ભ્રષ્ટાચાર આચર્યો છે, તેવો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આજે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપના પર વસાણી પરિવાર દ્વારા ચારહાથ છે તેવો આરોપ મૂક્યો હતો.

આજે કોંગ્રેસના શંકરસિંહ વાઘેલાએ મધુ વસાણીના પરિવારે આચરેલા કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ ભાજપ પર લગાવ્યો હતો. તેમણે કહ્યું હતુ કે, ગુજરાતની ભાજપા સરકારના કૃપાપાત્ર ભૂમાફિયા વસાણીના પરિવારે 11171 કરોડનો જમીન ભ્રષ્ટ્રાચાર કર્યો છે. જમીનના સાતા બારના ઉતારા પુરાવા રૂપે રજૂ કરતાં વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાધેલાએ જણાવ્યુ હતું કે,  ગુજરાતમાં ભૂમાફિયા ગીરીએ ગુજરાતને ભય, ભૂખ અને ભ્રષ્ટ્રાચારથી ખદબદતુ કરી દીધુ છે. થોડા સમય પહેલાં મેઘાણીનગરમાં વસાણી ઓઇલ ડપો અને સૌરાષ્ટ્ર ઓઇલ ડેપોના નામે વ્યવસાય કરનાર આજે લાખો ચોરસ મીટર જમીનનો માલિક છે. શંકરસિંહ વાઘેલા આવુ નિવેદન આપી બિલ્ડર મધુ વસાણી પર આંગળી ચીંધી હતી.

શંકરસિંહ વાઘેલાએ ઉમેર્યુ હતું કે, વસાણી પરિવારના ખાતેદારે અમદાવાદમાં સુધડ, અંબાપુર, નિકોલ, નરોડા, ઘોડાસર, વટવા ઇસનપુરમાં સુરેન્દ્ર નગર જિલ્લાના હળવદ ધાંગ્રધામાં અને મહેસાણા જિલ્લાના કડી કલોલના અગોલ ગામે મળી 2,000 એકર કરતાં વધારે જમીન ધરાવ છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે, જમીન ટોચ મર્યાદા કરતાં વધારે જમીન હોવા છતાં વધારાની જમીન જાહેર થતી નથી. આ મુદ્દે કોંગ્રેસ વિજીલન્સ તપાસની માંગ કરી હતી. ગુજરાતની સરકારે શિક્ષણ, મહેસૂલ અને ગુજરાતને કાળુ કર્યુ છે.

તેમણે કહ્યું હતું કે, ભાજપાના જે ધારસભ્ય અને ભાજપાના જે વરિષ્ઠ નેતા વચ્ચેની ઓડિયો ક્લીપ વાઇરલ થઇ હતી તેમાં જે બેનનો ઉલ્લેખ થયો છે તેની તપાસ થવી જોઇએ. તેમાં જે લોકોના નામ સામે આવ્યા છે તેની સામે એસીબીની તપાસ કરી તેમની ધરપકડ કરવાની હિમંત સરકાર કરશે કે કેમ તેવો સવાલ પણ વિરોધ પક્ષના નેતાએ ઉઠાવ્યો હતો.