NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કૉંગ્રેસે પૂછયું, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કેમ નહીં?

કૉંગ્રેસે પૂછયું, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કેમ નહીં?

 | 8:36 pm IST

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુરૂવારના રોજ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણીના ડેટની જાહેરાત કરી નથી. હિમાચલની સાથે ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાત નહીં થવા પર કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા પર કરાઇ રહ્યાં છે. કારણ કે પીએમ 16 ઑક્ટોબરના રોજ ગુજરાત આવવાના છે. જો કે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે ગુજરાત ચૂંટણીની ડેટની જાહેરાત ન થવા પાછળ પીએમની મુલાકાત સાથે કોઇ મતલબ નથી.

ચૂંટણી પંચના સૂત્રોના મતે આવતા સપ્તાહે તારીખની જાહેરાત થશે. પરંતુ આયોગે સ્પષ્ટતા કરી દીધી કે ગુજરાતમાં પણ વોટોની ગણતરી 18મી ડિસેમ્બરના રોજ જ થશે. ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર ન કરવા પર આયોગે સ્પષ્ટતા કરી.

પીએમ મોદી 16મી ઑક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યાં છે અને તેઓ નવી યોજનાઓનો શિલાન્યાસ કરી શકે છે. શું પીએમ મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખી રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર કરાઇ નથી. આ મુખ્ય ચૂંટણી કમિશ્નર અચલકુમાર જ્યોતિએ કહ્યું કે તેનો પીએમની મુલાકાત સાથે કોઇ મતલબ જ નથી. તેમણે કહ્યું કે કોર્ટે એમ પણ કહ્યું છે કે લાંબા દિવસો સુધી આચાર સંહિતા કોઇ એક રાજ્યમાં લાગૂ ના રહે. ચૂંટણી પંચે ગુજરાતમાં ચૂંટણીની તારીખ હજુ સુધી જાહેર ના કરવાના પ્રશ્ન પર તર્ક આપ્યો કે રાજ્ય સરકારે ત્યાં પૂરગ્રસ્તોને સહાય આપવા માટે થોડોક સમય માંગ્યો હતો. જો કે અત્યાર સુધીની પરંપરાનુસાર ઓછા અંતર પર યોજાનાર ચૂંટણીની તારીખો એક જ દિવસા જાહેર થતી હતી.

ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટતા કરી કે હિમાચલ પ્રદેશા વોટની ગણતરી ગુજરાતની ગણતરીની સાથે જ થશે. મતલબ ગુજરાતમાં પણ 18મી ડિસેમ્બરની પહેલાં જ ચૂંટણી સમાપ્ત થઇ જશે. હવે આ મુદ્દા પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. કૉંગ્રેસે આરોપ મૂકયો છે કે ચૂંટણી પંચે આવું વડાપ્રધાનના કહેવા પર કર્યું છે. કૉંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે પીએમ 16મી ઑક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે અને જો ચૂંટણીની તારીખ જાહેર થઇ જાય તો પછી આચાર સંહિતા લાગૂ થઇ જાય. તેમણે કહ્યું કે ચૂંટણી પંટે આ મુદ્દા પર દેશને જવાબ આપવાની જરૂર છે.