Congress And Left Parties Will Fight Together In Bengal Election
  • Home
  • Election
  • બંગાળમાં BJPને રોકવા કૉંગ્રેસે પાડ્યો ખેલ, લેફ્ટની સાથે ઉતરશે ચૂંટણી મેદાનમાં

બંગાળમાં BJPને રોકવા કૉંગ્રેસે પાડ્યો ખેલ, લેફ્ટની સાથે ઉતરશે ચૂંટણી મેદાનમાં

 | 4:40 pm IST
  • Share

આવતા વર્ષે થનારા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election)માં કૉંગ્રેસ (Congress) અને લેફ્ટ (Left) એક સાથે ચૂંટણી લડશે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળ યૂનિટના અધ્યક્ષ અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury)એ ગુરૂવારના આ વાતની જાહેરાત કરી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘આજે કૉંગ્રેસ હાઈકમાન્ડે પશ્ચિમ બંગાળની વિધાનસભામાં લેફ્ટ પાર્ટીઓની સાથે ચૂંટણી ગઠબંધનને ઔપચારિક રીતે મંજૂરી આપી દીધી છે.’

લેફ્ટ પાર્ટીઓની સાથે ચૂંટણી ગઠબંધનને ઔપચારિક મંજૂરી 

બંગાળમાં 2021 વિધાનસભા ચૂંટણીને લઇને ગત દિવસોમાં પશ્ચિમ બંગાળ કૉંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતુ કે બંગાળમાં મમતા બેનર્જી અને બીજેપી બંનેને રોકવા માટે લેફ્ટ અને કૉંગ્રેસમાં ગઠબંધન થવું જ જોઇએ. આવામાં ગુરૂવારના કૉંગ્રેસ હાઇકમાન્ડે લેફ્ટ પાર્ટીઓની સાથે ચૂંટણી ગઠબંધનને ઔપચારિક મંજૂરી આપી દીધી છે.

2016માં સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી

ઉલ્લેખનીય છે કે અધીર રંજન ચૌધરી જ પાર્ટીના અધ્યક્ષ હતા, જ્યારે વર્ષ 2016માં લેફ્ટ અને કૉંગ્રેસે એક સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી. જો કે 2019ની લોકસભા ચૂંટણીમાં ઘણા પ્રયત્નો છતા બંને દળોની વચ્ચે ગઠબંધન નહોતુ થઈ શક્યું. ઉલ્લેખનીય છે કે અધીર રંજન ચૌધરીએ બુધવારના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સખ્ત પ્રહારો કર્યા હતા.

બીજેપી મજબૂત થવા પાછળ મમતા જવાબદાર

અધીર રંજને કહ્યું હતુ કે, જે બીજેપીને બંગાળમાં કોઈ ઓળખતુ પણ નહોતુ, મમતા ખુદ 1999માં તેને બંગાળ લઇને આવી અને ગઠબંધન કર્યું. તેમણે કહ્યું કે મમતા ખુદ પોતાના કર્મોની સજા ભોગવી રહી છે. સિયાલદહના રામલીલા મેદાનમાં કૉંગ્રેસની એક સભાને સંબોધિત કરતા અધીરે રાજ્યમાં ભાજપના મજબૂત થવા માટે સ્પષ્ટ રીતે મમતાને જવાબદાર ગણાવી અને કહ્યું કે તેમણે જનતાની માફી માંગવી જોઇએ.

આ વિડીયો પણ જુઓ: ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન નિર્માણ પામશે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો