કોંગ્રેસ અને એનસીપી ૧૨૫ -૧૨૫ બેઠકો પર ચૂંટણી લડશે : શરદ પવાર - Sandesh
  • Home
  • Mumbai
  • કોંગ્રેસ અને એનસીપી ૧૨૫ -૧૨૫ બેઠકો પર ચૂંટણી લડશે : શરદ પવાર

કોંગ્રેસ અને એનસીપી ૧૨૫ -૧૨૫ બેઠકો પર ચૂંટણી લડશે : શરદ પવાર

 | 1:20 am IST

। મુંબઇ ।

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન કરશે તેમજ તેમની વચ્ચે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. વિધાનસભાની ૨૮૮ બેઠકો પૈકી ૧૨૫ બેઠકો પર કોંગ્રેસ અને ૧૨૫ પર એનસીપી ચૂંટણી લડશે. બાકીની ૩૮ બેઠકો મિત્રપક્ષોને આપવામાં આવશે. શરદ પવારે દસમી સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બેઠક વહેંચણીના મુદ્દા પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ચર્ચા કરી હતી. એક વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે બંને નેતાઓએ રાજ્યના સત્તારૂઢ ભાજપ-શિવસેનાના ગઠબંધનને અટકાવવા માટે કોંગ્રેસ-એનસીપી વચ્ચે ગઠબંધન મુદ્દા પર વાતચીત કરી હતી જેમાં ક્ષેત્રીય મિત્ર પટોને પણ સામેલ કરાશે. બંને નેતાઓએ રાજ્યમાં વામ પક્ષોને પોતાના ગઠબંધનમાં સામેલ કરવાના મુદ્દે પણ ચર્ચા કરી હતી. એક અન્ય પક્ષના નેતાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ-એનસીપીએ રાજ્યમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનને ટક્કર આપવા માટે રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને પણ ગઠબંધનમાં સામેલ કરવાનો વિચાર ઔકર્યો છે.

તમામ પક્ષોએ મહાજનાદેશ યાત્રા, શિવસ્વરાજ્ય યાત્રા, જન આશીર્વાદ યાત્રા જેવી વિવિધ યાત્રાઓનું આયોજન કર્યું છે. હાલ ભાજપ અને શિવસેનામાં મોટા પ્રમાણમાં વિપક્ષના નેતાઓ આવ્યા છે. એથી હવે આ બંને પક્ષો વચ્ચે યુતિ થશે કે કેમ એવી ચર્ચા થઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસ અને એનસીપીએ ગઠબંધનની પુષ્ટિ કરી દીધી છે. ગત ચૂંટણીમાં જો એનસીપી અને કોંગ્રેસ એકત્ર થઈને લડયા હોત તો વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જુદું હોત એમ કહીને અગાઉની ભૂલ ફરી ન કરતાં બંને પક્ષોના નેતા ગઠબંધન માટે રાજી થઈ ગયા હતા. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે ૨૮૮ સભ્યોની વિધાનસભામાં ૧૨૨ બેઠકો પર જીત મેળવી હતી જ્યારે શિવસેનાએ ૬૨ બેઠકો મેળવી હતી. જ્યારે કોંગ્રેસે ૪૨ અને એનસીપીએ ૪૧ બેઠકોથી જ સંતોષ માનવો પડયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;