Congress and Rahul Gandhi publicly apologize over Rafale: District BJP
  • Home
  • Gujarat
  • રાફેલ અંગે કોંગ્રેસ અને રાહુલ ગાંધી જાહેરમાં માફી માંગે: ભાજપ

રાફેલ અંગે કોંગ્રેસ અને રાહુલ ગાંધી જાહેરમાં માફી માંગે: ભાજપ

 | 6:02 pm IST

સુપ્રિમ કોર્ટમાંથી કેન્દ્ર સરકારને રાફેલ સોદા અંગે કલીનચીટ મળતાં જ જિલ્લા ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓએ રાહુલ ગાંધી અને કોંગ્રેસની વિરુધ્ધ શનિવારે વિરોધાત્મક ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

ગત લોકસભાની ચૂંટણીમાં રાહુલગાંધીએ રાફેલ સોદામાં મોદી સરકારે ભ્રષ્ટાચાર કર્યો હોવાના ખોટા આક્ષેપો કરી ચૂંટણીસભામાં ચોકીદાર ચોર હૈ નો નારો આપ્યો હતો. કોર્ટના ચુકાદાનું ખોટું અર્ધઘટન કરી સુપ્રિમકોર્ટના નામે જુઠાણું ચલાવ્યું હતું. જેથી કોર્ટની અવમાનનાની ફરિયાદ દાખલ થઈ હતી. કોર્ટે રાહુલ સામે કડક વલણ અખત્યાર કરતાં રાહુલ ગાંધીએે કોર્ટમાં બીનશરતી માફી માંગી લીધી હતી. રીવ્યૂ પીટીશનના આખરી ચુકાદામાં કોર્ટે રાહુલ ગાંધીની માફી ગ્રાહ્ય રાખી તેમની સામેની કાર્યવાહી પડતી રાખી હતી. પરંતુ સાથે-માથે ટકોર કરી હતી કે અદાલતોને રાજકારણમાં ઘસડવી ના જોઈએ અને ભવિષ્યમાં જાહેરમાં નિવેદન આપતા ધ્યાન રાખવાની સલાહ પણ આપી હતી.

આમ, કોેંગ્રેસ અને રાહુલ ગાંધીનું જુઠાણું ખુલ્લું પડી જતાં તેમણે જાહેરમાં નરેન્દ્ર મોદીની માફી મંગાવી જોઈએ તેવી માંગણી સાથે મહેસાણા જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા તોરણવાળી માતાના ચોકમાં વિરોધાત્મક ધરણાં યોજાયાં હતાં. રાહુલ અને કોંગ્રેસના વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા અને વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ દ્વારા માફીની માંગણી કરાઈ હતી. આ ધરણાના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી જશુભાઈ પટેલ, મહામંત્રી બાબુજી ઠાકોર, ધારાસભ્ય રમણભાઈ પટેલ, ઋષિકેશભાઈ પટેલ, કરશનભાઈ સોલંકી, આશાબેન પટેલ, અજમલજી ઠાકોર સહિતના અગ્રણીઓ તેમજ તમામ તાલુકાના પ્રમુખ, મહામંત્રી સહિતના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ વીડિયો પણ જુઓ : સાબરકાંઠાના હિંમતનગર સિવિલની ઘોર બેદરકારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન