NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાહુલ પર BJPના પ્રહારો, આનંદીબેનનો સણસણતો જવાબ- મહિલાઓના કપડાં જોવા કૉંગ્રેસના સંસ્કાર

રાહુલ પર BJPના પ્રહારો, આનંદીબેનનો સણસણતો જવાબ- મહિલાઓના કપડાં જોવા કૉંગ્રેસના સંસ્કાર

 | 5:46 pm IST

કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ધુઆંધાર ચૂંટણી રેલીઓ કરી રહ્યાં છે. આજે તેઓ વડોદરામાં છે, જ્યાંથી તેઓ રેલી કરતાં સમયે છોટા ઉદેપુર સુધી જશે. ગુજરાતમાં રાહુલ પોતાની જનસભાઓમાં સતત ભાજપા પર નિશાન તાકી રહ્યાં છે.

મંગળવારના રોજ વડોદરામાં રેલીમાં રાહુલે ભાજપાના માતૃ સંગઠન RSSમાં મહિલા ભાગીદારીને લઇને નિશાન સાંધ્યું છે. રાહુલે માત્ર RSSમાં મહિલાઓની ભાગીદારી જ નહીં પરંતુ RSSના સત્તાવાર પોષાક (હાફ પેન્ટ)ને લઇને જોરદાર ટિપ્પણી કરી છે. રાહુલે જનસભા દરમ્યાન કહ્યું કે તેમનું (ભાજપા) સંગઠન RSS છે. કેટલી મહિલાઓ છે, કયારેય શાખામાં મહિલાઓને શોર્ટ્સમાં જોઇ છે? મેં તો જોઇ નથી. રાહુલ અહીંથી થોભ્યા નહીં અને તેમણે ભાજપા અને આરએસએસ પર મહિલાઓ પ્રતિ ગેર-બરાબરીના દ્રષ્ટિકોણ રાખવાનો આરોપ પણ મૂકયો. રાહુલે કહ્યું કે તેમનું (ભાજપા) થિંકિંગ છે, જ્યાં સુધી મહિલા ચુપ રહે, કંઇ બોલે નહીં, ત્યાં સુધી મહિલા સારી છે. જેવું જ મહિલાએ મોં ખોલ્યું, તેને ચુપ કરાવડાવો.

ઉલ્લેખનીય છે કે ભાજપાના માતૃ સંગઠન આરએસએસમાં મહિલાઓને સભ્યપદ અપાતું નથી, પરંતુ મહિલાઓ માટે એક અલગ સંગઠન બનાવામાં આવ્યું છે. આરએસએસ પોતાના પિતૃસત્તાત્મક અને મહિલાઓ પ્રતિ રૂઢિવાદી વિચારો માટે પણ જાણીતું છે. માત્ર પુરુષ સભ્યોવાળા આરએસએસમાં પુરુષો માટે પોષાક ખાકી રંગનો હાફ પેન્ટ અને શર્ટ નક્કી છે. જો કે થોડાંક સયમ પહેલાં હાફ પેન્ટની જગ્યાએ ફૂલ પેન્ટ પહેરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.

રાહુલ ગાંધીએ વડોદરા રેલીમાં કહ્યું કે જો કૉંગ્રેસ ગુજરાતમાં સત્તામાં આવે છે તો તે મહિલા સશક્તિકરણ માટે કામ કરશે.

 

પોતાના શબ્દો પાછા ખેંચી લે, માફી માંગે રાહુલ ગાંધી: આનંદીબહેન
જો કે આ નિવેદનને લઇને રાહુલની આલોચના પણ થઇ રહી છે અને ભાજપાએ પણ તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ નિવેદનને લઇને રાહુલ ગાંધીને માફી માંગવા માટે કહ્યું છે. આનંદીબહેને કહ્યું કે રાહુલે ગુજરાતની મહિલાઓનું અપમાન કર્યું છે. તમે તમારા શબ્દો પાછા ખેંચી લો અને મહિલાઓ પાસેથી માફી માંગી. નહીં તો આખા ગુજરાતની મહિલાઓ ભેગી થશે અને ગુજરાતમાં તમારી ગણી-ગાંઠી સીટો પણ ગુમાવી દેશો. કૉંગ્રેસ માફી માંગે અને રાહુલ તમારા શબ્દ પાછા લો.

આનંદીબેને આગળ કહ્યું કે ગુજરાતની મહિલાઓ સંસ્કારી છે, દેશની સેવાનું કામ કરે છે. ગરીબોની સેવા કરે છે અને કેટલીક સંસ્થાઓ ચલાવે છે. આ સંસ્થાઓના માધ્યમથી ગુજરાતની મહિલાઓ પોતાનું નેતૃત્વ ઉભું કરે છે.

આરએસએસના દિલ્હી પ્રચાર પ્રમુખ રાજીવ તુલીએ પણ રાહુલના નિવેદન પર પ્રહાકર કરતાં કહ્યું કે કૉંગ્રેસ જેટલું બને તેટલું ઝડપથી રાહુલ ગાંધીમાંથી છુટકારો મેળવી લે નહીં તો તેને આખી જિંદગી વિપક્ષમાં રહેવું પડશે.

રાજીવ તુલીએ કહ્યું કે રાહુલ ગાંધી કાલે એમ પણ કહી શકે છેકે બીસીસીઆઈમાં મહિલાઓ કેમ નથી, તેમને શું એ પણ ખબર છે કે ભારતની મહિલા ક્રિકેટ ટીમ પણ છે. રાહુલ ગાંધીના સલાહકારોએ તેમને બરાબર સલાહ આપવી જોઇએ નહીં તો જે કૉંગ્રેસ અત્યારે 400 સીટોમાંથી 4 સીટો પર આવી ગઇ છે, તે કયાંક સાડા ચાર પર ના પહોંચી જાય.

તેમણે આગળ કહ્યું કે રાહુલ ગાંધીને આરએસએસ અંગે પૂરી માહિતી નથી. રાષ્ટ્ર સેવિકા સમિતિ આરએસએસની મહિલા વિંગ છે. રાષ્ટ્ર સેવિકા સમિતિની શાખામાં મહિલા સભ્ય પોતાના યુનિફોર્મમાં આવે છે.