Congress Attack On BJP For Sam Pitroda Air Strike Statement
  • Home
  • Featured
  • ગાંધી પરિવારના નજીક મનાતા સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસે હાથ અદ્ધર કરતા કહ્યું કે…

ગાંધી પરિવારના નજીક મનાતા સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસે હાથ અદ્ધર કરતા કહ્યું કે…

 | 2:22 pm IST

સામ પિત્રોડાના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપ અને કોંગ્રેસે સામસામે આરોપ-પ્રત્યારોપ લગાવાનું શરૂ કરી દીધું છે. ત્યારે હવે કોંગ્રેસે સામ પિત્રોડાના નિવેદન પર હાથ અધ્ધર કરી દેતા કહ્યું કે સામ પિત્રોડાનું નિવેદન કોંગ્રેસનું સત્તાવાર નિવેદન નથી. ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા એ શુક્રવારના રોજ કહ્યું કે એક પુલવામાની ઘટના માટે આખા પાકિસ્તાનને દોષિત ગણાવી શકાય નહીં. તેમણે બાલાકોટ એર સ્ટ્રાઇક પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને પાકિસ્તાન સાથે વાતચીતની પેરવી કરી હતી.

સામ પિત્રોડાના નિવેદનને ભાજપે હાથો-હાથ લઇ લીધું. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ નિવેદન પર કોંગ્રેસને ઘેરી અને સીધા કોંગ્રેસ અધ્યક્ષ પર પ્રહારો કર્યા. ભાજપ અધ્યક્ષ અમિત શાહ, અરૂણ જેટલી સહિત તમામ ભાજપના નેતૃત્વ એ આ નિવેદનની જોરદાર ટીકા કરી. પીએમે કહ્યું કે આતંકને વ્યાજબી ગણાવનારા લોકોને દેશની પ્રજા કયારેય માફ કરશે નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા એ આવું નિવેદન આપી સેનાનું માન ઓછી કરવાની કોશિષ કરી છે.

કોંગ્રેસે જરાય સમય બગાડ્યા વગર કહ્યું કે આ એક વ્યક્તિનું ખાનગી મંતવ્ય છે નહીં કે કોંગ્રેસ પાર્ટીનું મંતવ્ય. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલા એ એક પછી એક ત્રણ ટ્વિટ કરી. તેમણે લખ્યું કે કોંગ્રેસ સ્પષ્ટ રીતે કહી ચૂકયું છે કે પુલવામા આતંકી હુમલા બાદ મોદી સરકારની એક ગંભીર રાષ્ટ્રીય સુરક્ષા ચૂક હતી અને બાલાકોટ એર સ્ટ્રાઇક આપણી વાયુસેનાની તાકતનું ચમકતું ઉદાહરણ હતું. પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા પોતાના નાપાક મંસૂબોમાં કયારેય સફળ થશે નહીં.

રણદીપ સુરજેવાલા એક પછી એક બીજી બે ટ્વિટ કરીને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન