ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે મારી સોગઠી, રાજ્યસભાની ચૂંટણીને લઈને ગરમાટો - Sandesh
  • Home
  • India
  • ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે મારી સોગઠી, રાજ્યસભાની ચૂંટણીને લઈને ગરમાટો

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે મારી સોગઠી, રાજ્યસભાની ચૂંટણીને લઈને ગરમાટો

 | 4:33 pm IST

ઉત્તર પ્રદેશની રાજકીય ચોપાટ પર કોંગ્રેસે સોગઠી મારી છે. આ સાથે જ ઉત્તર પ્રદેશની રાજ્યસભામી 10 બેઠકો માટે થનારી ચૂંટણીમાં ભાજપના નવમાં ઉમેદવારનો માર્ગ વધુ કઠીન બન્યો છે. કોંગ્રેસે આશ્ચર્યજનક રીતે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના વિધાયક દળના નેતા અજય કુમાર લલ્લૂએ બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યના નેતા લાલજી વર્મા સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય ભીમરાવ આંબેડકરને સમર્થનની જાહેરાત કરી હતી.

કોંગ્રેસના આ પગલાની ભાજપે નિંદા કરી હતી. ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા શલભ મણિ ત્રિપાઠીએ કહ્યું હતું કે, પોતાના અંગત સ્વાર્થને લઈને કરેલા જોડાણને જનતા સારી રીતે જાણી ગઈ છે. જેનો જવાબ જનતા પોતે જ આપશે.

રાજ્યસભાની 58 બેઠકો પર દેશમાં 23 માર્ચે ચૂંટણી યોજાશે. તેમાંથી સૌથી વધુ 10 બેઠકો માટે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી યોજાવવાની છે. જેમાં ભાજપના 8 ઉમેદવારોનો વિજય તો અત્યારથી જ નિશ્ચિત મનાય છે. જ્યારે એક સીટ સપાના તો વધુ એક સીટ માટે બસપાએ સપાનું સમર્થન માંગ્યું છે. તેના બદલામાં માયાવતીએ બે બેઠકો પર થનારી લોકસભાની પેટા ચૂંટનીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.

કોંગ્રેસના આ નિર્ણયથી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. માયાવતીએ આ મુદ્દે કહ્યું છે કે, જો કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં સમર્થન ઈચ્છતિ હોય તો તેને ઉત્તર પ્રદેશમાં બસપાનું સમર્થન કરવું પડશે.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના વિધાયક દળના નેતા લલ્લૂએ કહ્યું હતું કે, પાર્ટીના કેન્દ્રિય નેતૃત્વને આ નિર્ણયની જાણ કરાવી દેવામાં આવી છે અને કેન્દ્રિય નેતૃત્વએ તેનું સમર્થન પણ કર્યું છે. ભીમરાવ આંબેડકર બસપા ઉમેદવાર છે. બસપાના રાજ્યમાં 19 ધારાસભ્યો છે. ભીમરાવને જીતાડવા માટે બસપાને વધુ 18 મતોની જરૂર છે.

જ્યારે રાજ્યમાં સમાજવાદી પાર્ટી પાસે 47 ધારાસભ્યો છે. સપાએ જયા બચ્ચનને મેદાનમાં ઉતાર્યા છે. જયા બચ્ચન માટે જરૂરી વોટ ઉપરાંત પણ સમાજવાદી પાર્ટી પાસે વધુ 10 મત બચી રહેશે. જ્યારે કોંગ્રેસના 7 અને રાષ્ટ્રિય લોકદળના એક વોટને જોડવામાં આવે તો બસપાના ઉમેદવારની સ્થિતિ મજબુત બની જશે. રાજ્યસભાની 10 બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ 12 માર્ચ છે.

જાણો ઉત્તર પ્રદેશ વિધાનસભાનું ગણિત

ઉત્તર પ્રદેશ વિધાનસભાની કુલ 403 બેઠક

રાજ્યસભા માટે 31 બેઠક

ભાજપ – 312

સપા – 47

બસપા – 19

અપના દળ (સોને લાલ) – 9

કોંગ્રેસ – 7

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી – 4

રાષ્ટ્રિય લોક દળ – 1

નિર્બલ ઈંડિયા શોષિત હમારા આમ દળ – 1

અપક્ષ – 3

નામ નિર્દેશિત – 1