Congress candidates could not even save deposit were rahul did rally
  • Home
  • Election
  • બંગાળ ચૂંટણી: રાહુલ ગાંધીએ જ્યાં-જ્યાં રેલી કરી ત્યાં કૉંગ્રેસ ઉમેદવારની જમાનત પણ થઈ જપ્ત

બંગાળ ચૂંટણી: રાહુલ ગાંધીએ જ્યાં-જ્યાં રેલી કરી ત્યાં કૉંગ્રેસ ઉમેદવારની જમાનત પણ થઈ જપ્ત

 | 4:00 pm IST
  • Share

પશ્ચિમ બંગાળમાં ત્રીજા મોરચાના ખાતામાં ફક્ત એક સીટ આવી છે. તેમના પતનનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેમના 85 ટકા ઉમેદવારો પોતાની જમાનત ના બચાવી શકાય. એટલું જ નહીં, જે 2 સીટો પર કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રેલી કરી હતી ત્યાં પણ પાર્ટીની ઇજ્જત નથી બચી. એક વિશ્લેષણમાં એ વાત સામે આવી છે કે ત્રીજા મોરચાના ઉમેદવાર ફક્ત 42 સીટો પર જ જમાનત બચાવી શક્યા છે. તમામ 292 સીટો પર લડનારા ત્રીજા મોરચાના એક સભ્ય ભારતીય ધર્મનિરપેક્ષ મોરચા (ISF)એ અન્ય બે સહયોગીઓ કૉંગ્રેસ અને લેફ્ટની તુલનામાં સારું પ્રદર્શન કર્યું. કૉંગ્રેસ અને લેફ્ટની પાસે હવે એક પણ સીટ નથી.

કૉંગ્રેસ માટે આનાથી વધારે શરમજનક શું હશે કે તે એ 2 સીટો- માટીગારા-નક્સલબાડી અને ગોલપોખરમાં પણ ખરાબ રીતે હારી, જ્યાં રાહુલ ગાંધીએ 14 એપ્રિલના રેલી કરી હતી. ત્યાંના ઉમેદવારો પોતાની જમાનત ના બચાવી શક્યા. કૉંગ્રેસ એક દશકા સુધી માટીગારા નક્સલબાડી પર બીરાજી હતી, પરંતુ વર્તમાન ધારાસભ્ય શંકર માલાકાર આ વખતે ફક્ત 9 ટકા વોટ મેળવીને ત્રીજા સ્થાન પર રહ્યા. ગોલપોખરમાં પણ કૉંગ્રેસના ઉમેદવાર ફક્ત 12 ટકા વોટ મેળવીને ત્રીજા સ્થાન પર આવ્યા. વર્ષ 2006થી 2009 સુધી અને પછી 2011થી 2016 સુધી આ સીટ પર કૉંગ્રેસનો ધારાસભ્ય હતો.

ત્રણેય સહયોગી દળોનું અલગ-અલગ વિશ્લેષણ કરીએ તો જોઇશું કે લેફ્ટ 170 સીટો માંથી ફક્ત 21 સીટો પર જ જમાનત બચાવી સકી. 90 માંથી 11 સીટો પર કૉંગ્રેસના ઉમેદવારની જમાનત બચી અને 30 માંથી 10 સીટો પર આઈએસએફના ઉમેદવારોની જમાનત બચી. આઈએસએફે એક સીટ જીતી અને ચારમાં બીજા નંબરે આવી. તમામ 4 મતદાન ક્ષેત્રોમાં આઈએસએફે ભાજપને ત્રીજા નંબરે ધકેલી દીધું. આનાથી જાણવા મળે કે થર્ડ ફ્રન્ટમાં ફુરફુરા શરીફના મૌલવી અબ્બાસ સિદ્દીકીની નવી પાર્ટી જ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતી. લેફ્ટ પાર્ટી ફક્ત 4 સીટો પર બીજા અને કૉંગ્રેસ ફક્ત 2 (જૉયપુર અને રાનીનગર)માં નંબર 2 પર આવી. ત્રીજા મોરચાના પતનનો સીધો ફાયદો તૃણમૂલ કૉંગ્રેસને થયો, જેણે 213 સીટો જીતી. કુલ મળીને કૉંગ્રેસ પશ્ચિમ બંગાળમાં ફક્ત 2.94 ટકા વોટ શેર મેળવી શકી, જ્યારે લેફ્ચને 5 ટકા વોટ મળ્યા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો