Congress Celebrating Pakistan National Day: PM Modi slams Sam Pitroda
  • Home
  • Featured
  • એરસ્ટ્રાઇક પર પ્રશ્ન ઉઠાવતા PM મોદીએ પિત્રોડા અને રામગોપાલને આપ્યો સણસણતો જવાબ

એરસ્ટ્રાઇક પર પ્રશ્ન ઉઠાવતા PM મોદીએ પિત્રોડા અને રામગોપાલને આપ્યો સણસણતો જવાબ

 | 12:24 pm IST

ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ અને ગાંધી પરિવારના નજીક મનાતા સામ પિત્રોડાના નિવેદનને વડાપ્રધાન મોદીએ શરમજનક ગણાવ્યું અને કહ્યું કે કોંગ્રેસે પાકિસ્તાન નેશનલ ડે મનાવાનું શરૂ કરી દીધું છે. સામ પિત્રોડા એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પુલવામા એટેક માટે આખો પાકિસ્તાન જવાબદાર નથી. તેમણે એર સ્ટ્રાઇક પર પ્રશ્ન ઉભો કરતાં કહ્યું હતું કે શું એર સ્ટ્રાઇક થઇ, જો થઇ તો કેટલાં લોકો મરી ગયા? મને જાણવાનો અધિકાર છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને ઘેરી લીધું અને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની તરફથી તેમના સૌથી વિશ્વસનીય સલાહકાર અને નિર્દેશક એ પાકિસ્તાન નેશનલ ડે નું ઉદ્ધાટન કરી દીધું છે.

વડાપ્રધાન મોદી એ ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દેશની સેનાઓ પર પ્રશ્ન ઉભા કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ રાજ પરિવારના વફાદાર એ માની લીધું કે કોંગ્રેસ આતંકવાદી તાકતોનો જવાબ આપવા માંગતી નથી. આ ન્યુ ઇન્ડિયા છે અને અમે આતંકવાદને તેમની ભાષામાં જવાબ આપીશું જે તેને સમજમાં આવે છે.

પીએમ મોદીએ સપા નેતા રામગોપાલ યાદવને પણ તેના નિવેદન પર ઘેરતા કહ્યું કે વિપક્ષ આતંકવાદનું સમર્થન કરવા અને સશસ્ત્રબળોના પ્રશ્ન કરવા માટે ટેવાઇ ગયું છે. રામગોપાલ યાદવના નિવેદને એ બધાની બેઇજ્જતી કરી જેમણે કાશ્મીરને બચાવા માટે પોતાનો જીવ આપી દીધો. આ આપણા શહીદોના પરિવારોનું અપમાન છે.

આપને જણાવી દઇએ કે રામગોપાલ યાદવે ગુરૂવારના રોજ કહ્યું હતું કે અર્ધસૈનિકબળ સરકારથી દુ:ખી છે, વોટ માટે જવાન મારી નાંખ્યા, જવાનોને સાધારણ બસોમાં મોકલી દીધા. આ ષડયંત્ર હતું. જ્યારે સરકાર બદલાશે, તેની તપાસ થશે ત્યારે મોટા-મોટા લોકો ફસાશે.

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર નિશાન સાંધતા કહ્યું કે વિરોધી પક્ષ વારંવાર સેનાનું અપમાન કરે છે. હું મારા દેશવાસીઓને અપીલ કરું છું કે તમે આ લોકોના નિવેદન પર પ્રશ્ન પૂછો. તેમને જણાવી દો કે 130 કરોડ લોકો તેમને માફ કરશે નહીં. આખું ભારત આપણી સેનાની સાથે છે. પ્રજા માફ કરશે નહીં.

સામ પિત્રોડાની કોંગ્રેસમાં અગત્યતા એ વાત પરથી સમજી શકાય છે કે તેઓ 2019ની સામાન્ય ચૂંટણીમાં મેનિફેસ્ટો કમિટીના સભ્ય છે. પિત્રોડા એ કહ્યું કે જો એરફોર્સે 300 લોકોને માર્યા તો ઠીક છે. શું તેઓ તથ્ય અને પુરાવા આપી શકે છે? પિત્રોડા એ કહ્યું કે ભારતના લોકોને જાણવાનો અધિકાર છે કે એર ફોર્સે પાકિસ્તાનમાં કેટલી તબાહી મચાવી અને તેનાથી શું ફરક પડ્યો.

પિત્રોડા એ પોતાના ઇન્ટરવ્યુમાં પાકિસ્તાન સાથે વાત કરવાની પણ વકાલત કરી. તેમણે એમ પણ કહ્યું કે મુંબઇ હુમલા બાદ કોંગ્રેસની સરકારે આ પ્રકારની પ્રતિક્રિયા આપી નહોતી. તેમનું કહેવું છે કે જો કોઇ દેશમાંથી 8 લોકો આવીને હુમલો કરે છે તો આખા દેશને તેની સજા ના આપવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન