Congress Changed Their Strategy For Competing With BJP In Election
  • Home
  • Featured
  • BJP સામે બરાબરની ટક્કર લેવા કૉંગ્રેસે બદલી રણનીતિ, પકડ્યો RSSનો રસ્તો!

BJP સામે બરાબરની ટક્કર લેવા કૉંગ્રેસે બદલી રણનીતિ, પકડ્યો RSSનો રસ્તો!

 | 9:54 pm IST

લોકસભા ચૂંટણી 2019માં મળેલી કારમી હાર બાદ કૉંગ્રેસ હવે ફરી પોતાના પગે ઉભા થવાનો પ્રયત્ન કરી રહી છે. ગુરૂવારનાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં સંગઠનને મજબૂત કરવાનાં માસ્ટર પ્લાન પર ચર્ચા થઇ. આને લઇને ટ્રેનિંગ ઇન્ચાર્જ સચિન રાવ દ્વારા બનાવવામાં આવેલી ચાર પાનાની નોટ જાહેર કરવામાં આવી. પાર્ટી નેતાઓને એ વિચાર છે કે કૉંગ્રેસની વિચારધારા, મુદ્દાઓ પર તેના મંતવ્યને લઇને જનતા સુધી સંદેશ પહોંચાડવા માટે કાર્યકર્તાઓને સંગઠન સાથે જોડવાની અને તેમને ટ્રેનિંગ આપવાની જરૂર છે.

કૉંગ્રેસ ‘પ્રેરક’નું ગ્રુપ બનાવશે

ભગવા બ્રિગેડની વિશાળ ચૂંટણી મશીનરીનો સામનો કરવા માટે હવે દેશની સૌથી જૂની પાર્ટી પ્રચારકોનો ઉકેલ શોધવામાં લાગી છે. પાર્ટી સભ્યતા અભિયાન અને ટ્રેનિંગ ડ્રાઇવ દ્વારા જમીન પર પોતાનું કેડર તૈયાર કરશે. પાર્ટીનું માનવું છે કે જનતાનો વિશ્વાસ જીતવા માટે નેતાઓને જમીની લડાઈ લડવાની જરૂર છે. આ માટે કાર્યકર્તાઓનું ગ્રુપ બનાવવામાં આવશે, જેમને ‘પ્રેરક’ કહેવામાં આવશે. આને સંયોગ કહો કે કૉંગ્રેસને અસમંજસ પરંતુ ‘પ્રેરક’ શબ્દ સંઘનાં પ્રચારકથી બિલકુલ મળતો આવે છે. આ ‘પ્રેરક’ સંગઠનથી જોડાયેલા વરિષ્ઠ લોકો હશે, જેમને કૉંગ્રેસની વિચારધારા અને પાર્ટી વિશે સારી જાણકારી છે.

‘પ્રેરક’ શબ્દને લઇને કેટલાક નેતાઓએ ચિંતા વ્યક્ત કરી

‘પ્રેરક’ દ્વારા કૉંગ્રેસ પાર્ટી પોતાના ગ્રાઉન્ડ લેવલનાં કાર્યકર્તાઓ સુધી પહોંચશે અને તેમને રેગ્યુલર ટ્રેનિંગ આપશે. આ પ્રેરક પાર્ટીનાં એ લોકો છે જેમને કાર્યકર્તાઓનો વિશ્વાસ પ્રાપ્ત થશે. તેઓ સમ્માનિત નેતાઓમાં પસંદગી પામશે અને પ્રદેશ કૉંગ્રેસ કમિટીનાં અંતર્ગત કામ કરશે. સૂત્રોનું માનીએ તો બેઠકમાં ‘પ્રેરક’ શબ્દને લઇને કેટલાક નેતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી અને સૌની સહમતીથી એ નક્કી કરવામાં આવ્યું કે ‘પ્રેરક’ શબ્દને બદલીને ‘કૉઑર્ડિનેટર’ અથવા ‘સહયોગી’ કરી દેવામાં આવે.

સૂત્રોનું કહેવું છે કે સૌથી પહેલા મુકુલ વાસનિકે કહ્યું કે, ‘પ્રેરક’ શબ્દની જગ્યાએ બીજા શબ્દનો પ્રયોગ કરવામાં આવે. શબ્દ કોઈ પણ હોય, પરંતુ હકીકત એ છે કે ભાજપને તેના જ મેદાનમાં હરાવવું સરળ નહીં હોય, એ પણ ત્યારે જ્યારે ભાજપની સાથે સંઘની વિશાળ મશીનરી જોડાયેલી છે.

આ વિડીયો પણ જુઓ: પંજાબ – જમ્મુ કાશ્મીર બોર્ડર પાસેથી આંતકવાદી ઝડપાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન