Congress Chief of Tripura Slaps Man in Police Station, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ત્રિપુરા કોંગ્રેસ અધ્યક્ષે પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ સામે જ શખ્સને ઝીંક્યો લાફો, જુઓ Video

ત્રિપુરા કોંગ્રેસ અધ્યક્ષે પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ સામે જ શખ્સને ઝીંક્યો લાફો, જુઓ Video

 | 7:10 pm IST

દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આ વચ્ચે હવે ત્રિપુરાના કોંગ્રેસ અધ્યક્ષનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ત્રિપુરા કોંગ્રેસના અધ્યક્ષ પ્રદ્યોત કિશોર દેવ બર્મન પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓની સામે જ એક શખ્સને લાફો મારતા નજરે આવી રહ્યા છે. આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ જે શખ્સને ત્રિપુરા કોંગ્રેસના અધ્યક્ષ લાફો ઝીંકી રહ્યા છે તેના પર તેમની બહેન અને ત્રિપુરાથી કોંગ્રેસ ઉમેદવાર પ્રજ્ઞા દેવ બર્મનના કાફલા પર હુમલો કરવાનો આરોપ છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓની સામે જ ત્રિપુરા કોંગ્રેસના અધ્યક્ષ પ્રદ્યોત કિશોર દેવ બર્મન કેવી રીતે કાયદાનો ભંગ કરી શખ્સને લાફો મારે છે જ્યારે પોલીસ સ્થિતિને સંભાળવાની કોશિશ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન