કોંગ્રેસે શહેરમાં ઘેર ઘેર પ્રચાર શરૂ કર્યો, પત્રિકાઓ પણ વહેંચી - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોંગ્રેસે શહેરમાં ઘેર ઘેર પ્રચાર શરૂ કર્યો, પત્રિકાઓ પણ વહેંચી

કોંગ્રેસે શહેરમાં ઘેર ઘેર પ્રચાર શરૂ કર્યો, પત્રિકાઓ પણ વહેંચી

 | 5:08 am IST

અમદાવાદ, તા. ૧૪

ગુજરાત કોંગ્રેસે ૧૪મી નવેમ્બરના મંગળવારથી ગુજરાતભરમાં ડોર ટુ  ડોર પ્રચાર શરૂ કર્યો છે. મંગળવારે સવારે નારણપુરા  વિધાનસભામાં આવતાં સોલા રોડ બસ સ્ટેન્ડ પાસે આવેલા  કાંકરિયા હનુમાન મંદિર ખાતેથી પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત  અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ‘કોંગ્રેસ ઘેર ઘેર  અભિયાન’નો પ્રારંભ કરાવ્યો હતો. ઘરે ઘરે જઈ કોંગ્રેસના નેતાઓએ પત્રિકાની વહેંચણી કરી હતી અને કોંગ્રેસને મત આપવા અપીલ કરતાં નજરે પઢયા હતા. આરામ ફરમાવવાની ટેવ ધરાવતાં નેતાઓ પહેલાં દિવસે જ ડોર ટુ ડોર કેમ્પેનમાં હાંફી ગયા હતાં. નેતાઓ જો સરખી રીતે કામ કરશે તો ટીમ કોંગ્રેસ ગુજરાતના એક કરોડ  ઘરોની મુલાકાત લેવાનો ટાર્ગેટ સિદ્ધ કરી શકશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર  સહિતના મનપા વિસ્તારો તેમજ તમામ જિલ્લામાં આ કાર્યક્રમનો  પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સચિન પાયલોટ જ્યોતિરાદિત્યના બે દિવસના ધામા

પૂર્વ કેન્દ્રીય મંત્રી સચિન પાયલોટ ૧૫ અને ૧૬મી નવેમ્બરના ગુજરાત પ્રવાસે છે. સચિન રાજકોટના પ્રમુખ સ્વામી મહારાજ ઓડિટોરિયમ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ કરશે. સાંજે નિયત પ્રેમ મંદિર ખાતે સભા ગજવશેજ્યારે પૂર્વ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ૧૬મીએ અમદાવાદમાં સંવાદ કાર્યક્રમ, બાઈકરેલી, મહિલા સંવાદ કાર્યક્રમ કરશે.

;