Congress Compare Country Lockdown To Demonetisation Part-2
  • Home
  • Corona live
  • દેશ ગંભીર સ્થિતિમાં પણ કોંગ્રેસ ભાન ભુલી, PM મોદીના લોકડાઉનને ગણાવ્યું ‘નોટબંદી પાર્ટ-2’

દેશ ગંભીર સ્થિતિમાં પણ કોંગ્રેસ ભાન ભુલી, PM મોદીના લોકડાઉનને ગણાવ્યું ‘નોટબંદી પાર્ટ-2’

 | 11:36 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને કોરોના વાયરસની ગંભીરતા સમજાવતા અને ઘરોમાં જ રહેવાની અપીલ કરતા આજે 21 દિવસની રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. વૈશ્વિક મહામારીની સ્થિતિમાં પીએમ મોદીના આ નિવેદન પર પણ કોંગ્રેસ રાજકારણ રમવાનું ભુલી નથી. કોંગ્રેસે એકદમ વાહિયાત નિવેદન આપતા લોકડાઉનની સ્થિતિની સરખામણી નોટબંધી સાથે કરી દીધી હતી.

પીએમ મોદીએ કોરોના વાયરસના પ્રકોપને લઈને રાષ્ટ્રના નામે સંબોધન કરતા કહ્યું હતું કે, આજે રાત્રે 12 વાગ્યાથી દેશ આખામાં લોકડાઉન થવા જઈ રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાને લોકોને પોતપોતાના ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.

દુનિયાભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાયરસ ભારતમાં પણ પ્રવેસતા દેશ ભયંકર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. વડાપ્રધાને આ વાયરસના ફેલાવતો અટકાવવા માટે આજે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. જેને કોંગ્રેસે વખોડી કાઢી હતી. કોંગ્રેસના પ્રવક્તા સંજય ઝાએ કહ્યું હતું કે, આ નોટબંધી પાર્ટ-2 છે.  પીએમ મોદીને જોતા લાગી રહ્યું છે કે, તે નિયંત્રણની બહાર છે. તેમની બોડી લેંગ્લેજ સ્પષ્ટ કહી રહી હતી કે આ ઈમરજન્સીની સ્થિતિ છે.

કોંગ્રેસે કહ્યું હતું કે 21 દિવસના લોક્ડાઉનના નિર્ણયને લોકો સ્વિકારશે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ પણ જણાવવુ જોઈએ કે કોરોના વાયરસની મહામારીને રોકવા અને સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા માટે સરકારે શું કર્યું?

કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, આદરણીય મોદીજી, દેશ તો લોકડાઉનનો દરેક આગ્રહ માનશે. પરંતુ તમે કોરોનાનીએ મહામારીને રોકવા માટે શું કર્યું? તેમણે એ પણ સવાલ કર્યો હતો કે, સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા કેવી રીતે થશે? કોરોનાથી ઉભી થયેલી રોજી રોટીના મહસંકટનો હલ શું? ગરીબ, મજૂર, ખેડૂત, દુકાનદાર, રોજીંદા મજુરોના 21 દિવસ કેવી રીતે વિતશે? 

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ દેશના લોકોને કોરોના વયરસની ગંભીરતા સમજાવવા અને ઘરોમાં રહેવાની અપીલ કરતા મંગળવારે 21 દિવસની રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન