Congress Demands Permission to Visit All Party Delegation in J&K
  • Home
  • Featured
  • 370 હટતા કોંગ્રેસ ભારે વ્યાકુળ, દિગ્ગજ નેતાએ અલગાવવાદીઓની લઈને કરી 3 મોટી માંગણી

370 હટતા કોંગ્રેસ ભારે વ્યાકુળ, દિગ્ગજ નેતાએ અલગાવવાદીઓની લઈને કરી 3 મોટી માંગણી

 | 9:05 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવતા રાજ્યને લઈને અનેક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. પરંતુ જે રીતે બકરી ઈદ એકદમ શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ તે જ દર્શાવે છે કે, જમ્મુ-કાશ્મીરને લઈને જે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે તે એકદમ પાયા વિહોણી છે. પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કંઈક જુદી જ પીપુડી વગાડી રહ્યાં છે.

કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કેન્દ્ર સરકાર સમક્ષ 3 માગણી કરી છે. આનંદ શર્માએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં લગાવાયેલો કરફ્યુ દૂર કરે, જેથી પ્રજાને હાલાકી ન પહોંચે. જમ્મુ-કાશ્મીરમાં નજરકેદ કરાયેલા સિનિયર નેતાઓને છોડવામાં આવે અને રાજકીય સંવાદ માટે એક ઓલ પાર્ટી ડેલિગેશન જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવે.

તેમણે જણાવ્યું કે, ઓલ પાર્ટી ડેલિગેશન ત્યાંની પ્રજા સાથે વાતચીત કરશે અને દુનિયાને જણાવશે, કાશ્મીરની સ્થિતિ અંગે જે કોઈ ભ્રમ ફેલાવાઈ રહ્યો છે તે ખોટો છે. આનંદ શર્માએ જણાવ્યું કે, સરકારે એક જૂથને ત્યાં જવાની મંજૂરી આપવી જોઈએ જેથી ત્યાંની વાસ્તવિક સ્થિતિ અંગે જાણી શકાય.

આનંદ શર્માએ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે રાહલ ગાંધીને ચાર્ટર્ડ વિમાનમાં કાશ્મીર આવવા આમંત્રણ આપ્યું છે. રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે કે, તેઓ ઓલ પાર્ટી ડેલિગેશન બોલાવે તો અમે આવવા તૈયાર છીએ.

આનંદ શર્માએ વધુમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે ચિંતા સ્વાભાવિક છે, કેમ કે ત્યાં શાસન-પ્રશાસન તરફથી સંપૂર્ણ નાકાબંદી કરવામાં આવી છે. સમાચાર અને સંદેશાવ્યવહાર કાપી નખાયો છે, આથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. અમારી સરકારને સલાહ છે કે તે વિરોધ પક્ષના નેતાઓને ત્યાં જવા દે.

આ વીડિયો પણ જુઓ

શહેરમાં વધી રહેલા અકસ્માતો અટકાવવા માટે પોલીસે વાહનોની ઝડપ પર બ્રેક લગાવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન