NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોંગ્રેસના ચાર સહ પ્રભારીઓને થઈ જવાબાદારીની વહેંચણી

કોંગ્રેસના ચાર સહ પ્રભારીઓને થઈ જવાબાદારીની વહેંચણી

 | 9:22 pm IST

તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ રાહુલ ગાંઘીએ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને ચાર સહ પ્રભારીઓની નિમણૂંક કરી હતી. આ તમામને હવે જવાબદારીની વહેંચણી કરી દેવામાં આવી છે. અશોક ગેહલોત પ્રભારી તરીકે સમગ્ર રાજ્ય પર નજર રાખશે. પરંતુ જે ચાર સહ પ્રભારીઓ છે તેઓને એક-એક ઝોન આપી દેવાયો છે. જેમાં રાજીવ સાતવને સૌરાષ્ટ્ર ઝોનની 45 બેઠકોની જવાબદારી સોંપાઇ છે. તો વર્ષા ગાયકવાડને ઉત્તર ગુજરાત અને અમદાવાદ શહેર મળીને કુલ 48 બેઠકોની જવાબદારી સોંપાઇ છે. જીતુ પટવારીને મઘ્ય ગુજરાત અને ભાવનગર શહેરની 44 બેઠકોની જવાબદારી સોંપાઇ છે. તો હશવર્ઘન સપ્કલને દક્ષિણ ગુજરાત અને વડોદરા શહેરની મળીને કુલ 45 બેઠકોની જવાબદારી સોંપાઇ છે. આ તમામ સહ પ્રભારીઓએ બુઘવારે કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બાદ જે-તે ઝોનના જિલ્લા પંચાયતોના પ્રમુખો, જિલ્લા પ્રમુખો સહિતના હોદ્દેદારો સાથે બેઠક પણ યોજી હતી…

કોંગ્રેસના ચાર સહ પ્રભારીઓને સોંપાઇ જવાબદારી
રાજીવ સાતવને સૌરાષ્ટ્ર ઝોનની 45 બેઠકોની જવાબદારી
વર્ષા ગાયકવાડને ઉત્તર ગુજરાત અને અમદાવાદ શહેરની 48 બેઠકોની જવાબદારી
જીતુ પટવારીને મઘ્ય ગુજરાત અને ભાવનગર શહેરની 44 બેઠકોની જવાબદારી
હશવર્ઘન સપ્કલને દક્ષિણ ગુજરાત અને વડોદરા શહેરની મળીને કુલ 45 બેઠકોની જવાબદારી
સહ પ્રભારીઓએ જે-તે ઝોનના જિલ્લા પંચાયતોના પ્રમુખો, જિલ્લા પ્રમુખો સાથે યોજી બેઠક

1