Congress Ex Union Minister Srikant Jena Threatens to Expose Rahul Gandhi
  • Home
  • Featured
  • રાહુલ ગાંધીનો એવો ભાંડો ફોડીશ કે તેઓ મોઢું દેખાડવાને લાયક નહીં રહે : પૂર્વ કેન્દ્રીય મંત્રી

રાહુલ ગાંધીનો એવો ભાંડો ફોડીશ કે તેઓ મોઢું દેખાડવાને લાયક નહીં રહે : પૂર્વ કેન્દ્રીય મંત્રી

 | 10:14 pm IST

કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીકાંત જેના અને ઓરિસ્સાના કોરાપુરના પૂર્વ ધારાસભ્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતાં. આ બંને નેતાઓને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આદેશ પર પાર્ટીના ઓરિસ્સા એકમે હાંકી કાઢ્યા છે. આ ઘટનાના એક દિવસ બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીકાંત જેનાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ખુલ્લેઆમ ધમકી આપી છે.

શ્રીકાંત જેનાએ કહ્યું છે કે, તેઓ રાહુલ ગાંધીના એવા રહસ્યો ખુલ્લા પાડશે, કે તેઓ લોકોને પોતાનો ચહેરો પણ નહીં બતાવી શકે.

શ્રીકાંત જેનાએ રોષ ઠાલવતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી 25 જાન્યુઆરીએ ઓરિસ્સાના પ્રવાસે આવશે. એ જ દિવસે હું તેમનો ભાંડો ફોડીશ. જેથી કરીને તેઓ લોકોને પોતાનું મોં પણ નહીં બતાવી શકે. જોકે કોંગ્રેસ પ્રમુખ વિરૂદ્ધના એક મહાખુલાસાઓ શું હશે તેને લઈને જેનાએ હાલ કોઈ જ વિગત જણાવી નથી.

જોકે તેમણે રાહુલ ગાંધી પર આરોપોની વણઝાર સરજી દેતા કહ્યું હતું કે, ઉત્કલમણિ ગોપબંધુ દાસને ‘ઓરિસ્સાના ગાંધી કેહવામાં આવે છે. તેમને અનેક શાનદાર સામાજીક કાર્યો, રાજનૈતિક કાર્યકર્તાઓ, પત્રકાર, કવિ હોવાના કારણે ‘ઉત્કલમણિ’ની ઉપાધી આપવામાં આવી છે. એક સમય્યે ઉત્કલમણિ ગોપબંધુ દાસની પડખે ઉભી રહેનારી ઓરિસ્સા પ્રદેશ કોંગ્રેસ સમિત્તિએ આજે ખાણ માફિયા સાથે હાથ મિલાવી લીધા છે. મેં આ દિશામાં અનેકવાર રાહુલ ગાંધીનું ધ્યાન દોર્યું હતું, પણ તેમણે ખાણ માફિયાઓનો જ સાથ આપ્યો.

જેનાએ વધુ એક આરોપ લગાવતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ નક્કી કર્યું હતું કે, ઓરિસ્સાની સરકારની કમાન પટનાયક પરિવારના હાથમાં જ રાખવામાં આવે. જેના માટે તેમણે બીજેડી અધ્યક્ષ નવીન પટનાયક સાથે ‘મહાગઠબંધ’ની જાહેરાત કરી.

જેનાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, તેઓ પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં ક્યારેય સામેલ રહ્યાં નથી. તેઓ કોંગ્રેસને અનુકુળ નથી કારણ કે ખાણ માફિયાઓને લૂંટીને તેમણે ‘ધન એકત્ર’ નથી કર્યું. શ્રીકાંત જેનાએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નિરંજન પટનાયક પર પણ ગંભીર પ્રકારના આરોપ લગાવ્યા હતાં.