NIFTY 10,141.15 -6.40  |  SENSEX 32,400.51 +-1.86  |  USD 64.2600 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • રાહુલ ગાંધી વિશે એલફેલ બોલનારી બરખા સિંહને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે કાઢી મૂકાઈ

રાહુલ ગાંધી વિશે એલફેલ બોલનારી બરખા સિંહને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે કાઢી મૂકાઈ

 | 2:57 pm IST

દિલ્હી મહિલા આયોગની પૂર્વ અધ્યક્ષ અને પોતાને કોંગ્રેસની વફાદાર નેતા બતાવનારી બરખા સિંહને પાર્ટીમાંથી હાંકી કઢાઈ છે. આ વિશેની જાણકારી આપતા દિલ્હી પ્રદેશના અધ્યક્ષ અજય માકન અને પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, બરખા સિંહને દિલ્હી મહિલા વિંગના અધ્યક્ષ પદથી હટાવી દેવાઈ છે. કોંગ્રેસ દ્વારા આ પગલુ એટલા માટે લેવાયું કે, એક દિવસ પહેલા બરખા સિંહે રાહુલ ગાંધીની આલોચના કરી હતી. દિલ્હીમાં એમસીડી ઈલેક્શન થવાના છે અને આવી રીતે કોંગ્રેસ દ્વારા બરખા સિંહને કાઢવામાં આવવું મોટું રાજનીતિક પગલું બતાવી શકાય છે.

આ મામલે બરખા સિંહે કહ્યું કે, રાહુલ ગાંધી અને અજય માકન દ્વારા હંમેશા મહિલા સશક્તિકરણની અને મહિલા સુરક્ષાની વાતો જ કરવામાં આવે છે, પરંતુ આ મુદ્દે તેઓ ગંભીર નથી. પાર્ટીના જે સંગઠનમાં અત્યાર સુધી હું હતી ત્યાં પણ હું ક્યારેય સુરક્ષિત અનુભવી રહી ન હતી. બરખાએ જણાવ્યું કે, આ કારણે જ મે દિલ્હી મહિલા કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું. બરખાએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર આરોપ લગાવ્યો છે કે, પાર્ટીમાં એવા નેતા છે જે રાહુલ ગાંધીને પાર્ટીનું નેતૃત્વ કરવા માટે ફીટ નથી સમજતા. આ મુદ્દા પર અનેક નેતાઓ ચૂપ છે, જેના પાછળ કોઈક કારણ છે. હું હંમેશા કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહી છુ અને આગળ પણ રહીશ.

ઉલ્લેખનીય છે કે, આગામી એમસીડી ઈલેક્શનમાં કોંગ્રેસને અનેક પ્રકારના ઝાટકા લાગ્યાં છે. હાલમાં જ કોંગ્રેસના નેતા અને દિલ્હીના પૂર્વ નેતા અરવિંદર સિંહ લવલી બીજેપીમાં સામેલ થયા છે.