Congress, from ward to taluka, city to state level, sought new quota of BJP, demanding quota in the post.
  • Home
  • Ahmedabad
  • તાલુકા, શહેરથી લઈને પ્રદેશ સ્તરે આયાતી કોંગ્રેસીઓએ હોદ્દામાં ‘ક્વોટા’ માગતાં BJPનું નવું સંગઠન ડખે ચઢયું

તાલુકા, શહેરથી લઈને પ્રદેશ સ્તરે આયાતી કોંગ્રેસીઓએ હોદ્દામાં ‘ક્વોટા’ માગતાં BJPનું નવું સંગઠન ડખે ચઢયું

 | 7:25 am IST

ભાજપમાં વોર્ડ, તાલુકા, શહેરથી લઈને પ્રદેશ સ્તરે નવા સંગઠન સંરચનાનો કાર્યક્રમ ડખે ચઢયો છે. કોંગ્રેસમાંથી આયાતી પેરાશુટ નેતાઓએ ભાજપમાં પોતાના ટેકેદારો માટે ‘ક્વોટા’ માંગતા ૩૬ તાલુકાઓમાં હોદ્દેદારો નિમણૂંકની પ્રક્રિયા લટકી પડી છે. વિધાનસભાની વર્ષ ૨૦૧૭, તાજેતરની પેટા ચૂંટણી હારેલા ભાજપમાં ભળેલા મુળ કોંગ્રેસીઓ જિલ્લા સંગઠનો પર ડોળો જમાવતા પ્રદેશ ભાજપે સમજાવટ માટે દૂતો દોડતા કર્યા છે.

પ્રવક્તાએ અગાઉ ૧૫ નવેમ્બર, શુક્રવારની રાત્રે આઠ વાગ્યા સુધીમાં વોર્ડ- તાલુકા મંડળોમાં નવા પ્રમુખ- ઉપપ્રમુખ, મહામંત્રી- મંત્રી સહિતના હોદ્દેદારોની નિયુક્તિનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. એવી જ રીતે ૩૦ નવેમ્બર સુધીમાં જિલ્લા સંગઠન અને ૩૧ ડિસેમ્બર સુધીમાં નવા પ્રદેશ પ્રમુખ સહિતનું માળખુ જાહેર થવાનું છે.

૧૫ની ૧૮ નવેમ્બર વિત્યા પછી પણ એનેક તાલુકાઓમાં નવુ સંગઠન જાહેર થયુ નથી ! શહેરી વોર્ડના હોદ્દા માટે ગ્રામ્યક્ષેત્રોથી પણ ભારે યાદવાસ્થળી થઈ રહી છે. સંગઠન સંરચના સાથે સંકળાયેલા ટોચના નેતાએ સ્વિકાર્યુ હતુ કે, કોંગ્રેસમાંથી આવેલા ૧૫ ધારાસભ્યો પાસે અત્યારે ભાજપમાં કોઈ જવાબદારી નથી. આ નેતાઓ પોતાના ટેકેદારો માટે હોદ્દા માંગતા કોકડાં ગુંચવાયા છે. તેમાંથી કેટલાકે તો જિલ્લા પ્રમુખપદે દાવેદારી કરી છે. આ માથાકૂટમાં મહાત્મા ગાંધી સંકલ્પ યાત્રાઓના પણ ફિયાસ્કા થયા છે. આથી, પ્રદેશમાંથી લવાદ મોકલીને વિવાદોને ઠારવાનું કામ ચાલી રહ્યુ છે.

આવતા વર્ષે પાલિકા- પંચાયત ચૂંટણી છે. ભાજપમાં ટિકિટ મેળવવા કે તેની ભલામણ કરવા હોદ્દેદાર હોવુ અનિવાર્ય હોવાથી તેના માટે પડાપડી થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન