Congress gave Rs 15 lakh to the candidate for election fund
  • Home
  • Ahmedabad
  • ગુજરાત કોંગ્રેસે આ લોકોના ખાતામાં જમા કરાવ્યા 15-15 લાખ રૂપિયા રોકડા

ગુજરાત કોંગ્રેસે આ લોકોના ખાતામાં જમા કરાવ્યા 15-15 લાખ રૂપિયા રોકડા

 | 9:04 pm IST

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાનને છ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસે તેના ઉમેદવારોના ખાતામાં 15-15 લાખનું પાર્ટી ફંડ સોમવારે જમા કરાવ્યું છે. બેંક ખાતામાં આ રકમ જમા કરાવાઈ છે જોકે અલગથી રોકડ ફંડ હજુ સુધી અપાયું નથી તેમ કોંગ્રેસના સૂત્રો દાવો કરી રહ્યા છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલી કોંગ્રેસે ઓછું ફંડ આપતાં, કેટલાક ઉમેદવારો એવું કહી રહ્યા છે કે, વિધાનસભાની ચૂંટણીમાં આટલી ઓછી રકમથી ભાજપ સામે અમારો પનો ટૂંકો પડી રહ્યો છે. ભાજપના ઉમેદવારો લખલૂટ ખર્ચ કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી છ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે, 21મી ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે ત્યારે કોંગ્રેસે મોડે મોડે સોમવારે ઉમેદવારોના ખાતાંમાં 15-15 લાખ જમા કરાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, ઉમેદવારોને અલગથી રોકડમાં હજુ સુધી કોઈ રકમ અપાઈ નથી, જેને લઈ ઉમેદવારોમાં ઉચાટ ફેલાયો છે.

બીજી તરફ છેલ્લી ઘડીએ છ બેઠકો ઉપર પ્રચાર સાહિત્ય પણ રવાના કરી દેવાયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મહત્ત્વનું છે કે, રાધનપુર, બાયડ, ખેરાલુ, અમરાઈવાડી, થરાદ અને લુણાવાડા વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે. જે તે ઉમેદવાર મહત્તમ 28 લાખ સુધીની મર્યાદામાં ખર્ચ કરી શકે છે.

આ વીડિયો પણ જુઓ ; કોંગ્રેસના કાંગરા ખરી પડ્યા : જીતુ વાઘાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન