Gujarat: Congress has given ticket to Youth Prashant Patel for the 2019 Lok Sabha elections
  • Home
  • Gujarat
  • ભાજપના ગઢ વડોદરામાં કોંગ્રેસ પાટીદારની પડખે તો BJPને નથી મળી રહ્યો કોઇ મુરતિયો

ભાજપના ગઢ વડોદરામાં કોંગ્રેસ પાટીદારની પડખે તો BJPને નથી મળી રહ્યો કોઇ મુરતિયો

 | 6:29 pm IST

મધ્યગુજરાતમાં આવેલ વડોદરા લોકસભા ભાજપનો ગઢ મનાય છે. છેલ્લા 3 ટર્મથી ભાજપ લોકસભાની સીટ જીતે છે. વડોદરા શહેરની 5 વિધાનસભા અને ગ્રામ્યની 2 વિધાનસભાનો સમાવેશ થાય છે. સયાજીગજ વિધાનસભા, રાવપુરા વિધાનસભા, અકોટા વિધાનસભા, માંજલપુર વિધાનસભા, શહેર વાડી વિધાનસભા, સાવલી વિધાનસભા અને વાઘોડિયા વિધાનસભા આવેલી છે.

2004માં જ્યાં બેન ઠક્કર, 2009 બાળુ શુક્લ, 2014 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી જીત્યા બાદ રાજીનામુ અપીયા બાદ પેટા ચૂંટણી યોજાય હતી.

2014 પેટા ચૂંટણીમાં ભાજપમાંથી રંજનબેન ભટ્ટ અને કોંગ્રેસમાંથી નરેન્દ્ર રાવત લડ્યા હતા અને જંગી બહુમતીથી ભાજપના રંજનબેન ભટ્ટનો વિજય થયો હતો. 2019 લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસમાંથી યુવા પાટીદાર પ્રશાંત પટેલને ટિકિટ આપી છે ભાજપમાં હજુ ઉમેદવાર નક્કી નહિ કરવામાં આવ્યો.

ભાજપમાંથી સંભવિત ઉમેદવારોમાં, ચાલુ સાંસદ રંજબેન ભટ્ટ, પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મેયર જ્યોતિ પડિયા, પ્રદેશ ઉપ પ્રમુખ ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ મહામંત્રી શબ્દ શરણ બ્રહ્મભટ્ટ અને પૂર્વ મેયર ભરત ડાંગર ટિકિટની દાવેદારીમાં છે. જાતિ સમીકરણ જેવું વડોદરાની લોકસભા પર નથી. હવે જોવાનું એ છે કે પરિવર્તન આવે છે વડોદરાની લોકસભાની સીટ પર કે ભાજપ પોતાનો ગઢ જાળવી રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન