NIFTY 10,166.70 +122.60  |  SENSEX 32,949.21 +352.03  |  USD 64.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • બળવાખોરી કરી ઉમેદવારી કરનારા વધુ 12ને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા

બળવાખોરી કરી ઉમેદવારી કરનારા વધુ 12ને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા

 | 10:40 pm IST

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે બળવાખોરી કરી ઉમેદવારી કરનારા વધુ 12 આગેવાનો-કાર્યકરોને કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે તેમાં પ્રદેશ ડેલિગેટ એવા સાવલી બેઠક પરથી લડતાં ખુમાનસિંહ ચૌહાણને સસ્પેન્ડ કરાયા છે. વાઘોડિયા બેઠક પરથી લડતાં રાજુ મકવાણા, જયેન્દ્રસિંહ ચાવડાને સસ્પેન્ડ કરાયા છે. અમદાવાદની દરિયાપુર બેઠક પરથી પૂર્વ કોર્પોરેટર રાજુ મોમીને ઉમેદવારી નોંધાવી છે, રાજુને પણ છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે. બનાસકાંઠાની ડીસા બેઠક પર લડતા પ્રદેશ ડેલિગેટ બહાદૂરસિંહ વાઘેલા, વડગામમાં કાર્યકર અશ્વિન પરમાર, ચોટીલામાં પ્રદેશ મંત્રી જિજ્ઞાાશાબેન પરમાર, ગઢડા ગાગજી પરમાર, બોટાદ મૂળશંકર ચૌહાણ, પાટણ રમેશ ઠાકોર, જેતપુર ગંગાબેન રાઠવા જ્યારે કામરેજમાં પરેશ કાછડિયાને સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસને ડર છે કે, બળવાખોરો બાજી બગાડી શકે છે.

આયાતીને ટિકિટ અપાતાં કોર્પોરેટર સહિત બે જણા ભાજપમાં જોડાયા

કોંગ્રેસે નિકોલ બેઠક પર આયાતી ઉમેદવારને મેદાનમાં ઉતારતાં વિરાટનગર વોર્ડના કોંગી કોર્પોરેટર ગીતાબહેન પટેલે નારાજગી સાથે પક્ષમાંથી અને કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યું છે. જ્યારે કોંગ્રેસના ડાયમન્ડ સેલના અધ્યક્ષ નરસિંહ પટેલે પણ પક્ષ સાથે છેડો ફાડયો છે. આ બંને ભાજપમાં જોડાયા છે.