congress-high-command-sent-the-regional-officer-rajiv-satav-to-gujarat
  • Home
  • Ahmedabad
  • કોંગ્રેસ ડેમેજથી હાઇકમાન્ડ ચિંતિત, પ્રભારી રાજીવ સાતવને અરજન્ટ ગુજરાત દોડાવ્યા

કોંગ્રેસ ડેમેજથી હાઇકમાન્ડ ચિંતિત, પ્રભારી રાજીવ સાતવને અરજન્ટ ગુજરાત દોડાવ્યા

 | 10:19 am IST

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો પક્ષપલ્ટો કરીને ભાજપમાં જોડાઇ રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ સહિત હાઇકમાન્ડ ભારે ચિંતિત દેખાઇ રહ્યા છે. એક બાજુ લોકસભાની ચૂંટણીની તારીખ ગમે તે ક્ષણે જાહેર થઇ શકે છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં વધારે ડેમેજ ન થાય તેના માટે દિલ્હી હાઇકમાન્ડે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવને તાબડતોડ રીતે ગુજરાતે મોકલ્યા છે.

એક બાજુ 12 માર્ચના રોજ કોંગ્રેસની CWCની બેઠક મળવાની છે, ત્યારે ગુજરાતમાં તેની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે પણ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતમાં પધાર્યા છે. તેઓએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે બેઠક કરી કરશે અને નેતાઓની નારાજગી મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા કરશે.

કોંગ્રેસની CWCની બેઠકમાં કાર્યક્રમોની સાથે લોકસભાના બાકી રહેલા ઉમેદવારની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે, સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારો પણ નક્કી કરવા માટે બેઠકમાં ભારપૂર્વક ચર્ચા કરવામાં આવશે.

સાથે 12 માર્ચના કાર્યક્રમોની આયોજન કમિટી સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય લેશે. આ બેઠકમાં કોંગ્રેસના પ્રમુખો અને વિપક્ષીનેતા સહિતના નેતાઓ હાજર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન