Congress is Not Confusion : Priyanka Gandhi
  • Home
  • Election 2019
  • 7 બેઠકો મામલે માયાવતી અને અખિલેશને પ્રિયંકા ગાંધીએ રોકડું પરખાવ્યું

7 બેઠકો મામલે માયાવતી અને અખિલેશને પ્રિયંકા ગાંધીએ રોકડું પરખાવ્યું

 | 4:00 pm IST

લોકસભાની ચૂંટણી 2019 માટે ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ રોજેરોજ નવા રંગ બતાવી રહ્યો છે. એક સમયના ધૂર વિરોધીઓ ખભે ખભો મેળવીને ચાલી રહ્યાં છે તો ક્યાંક ભૂતકાળમાં ગાઢ સાથી રહી ચુકેલા સાથી પક્ષો એકબીજાને દિઠ્યાંયે ગમતા નથી. માયાવતી-અખીલેશે કોંગ્રેસને મહેરબાની ના કરવાની સલાહ આપતા હવે કોંગ્રેસે પણ તેનો જવાબ આપ્યો છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતા કહ્યું હતું કે, અમારી અંદર કોઈ જ કન્ફ્યૂઝન નથી, અમે ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ લડી રહ્યાં છે.

અગાઉ માયાવતીએ કોંગ્રેસ દ્વારા ઉત્તર પ્રદેશમાં 7 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર ના કરવાની જાહેરાત કરી હતી. આ મામલે રોષે ભરાયેલા બસપા અધ્યક્ષા માયાવતીએ કહ્યું હતું કે, કોંગ્રેસ જાણી જોઈને ભ્રમની સ્થિતિ ફેલાવી રહી છે. અમારૂ ગઠબંધન મજબુત છે. તે ચાહે તો રાજ્યની તમામે તમામ 80 બેઠકો પરથી પોતાના ઉમેદવારો ઉભા રાખી શકે છે. અમે ક્યાંય કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરીએ.

તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે માયાવતીની ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું છે કે – ઉત્તર પ્રદેશમાં સપા-બસપા-એલઆરડીનું ગઠબંધન ભાજપને હરાવવા માતે સક્ષમ છે. કોંગ્રેસ પાર્ટી કોઈ પણ પ્રકારનું કન્ફ્યૂઝન ઉભું ના કરે. માયાવતી બાદ અખિલેશ યાદવનું આ નિવેદન ખુબ જ મહત્વનું માનવામાં આવે છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ માયાવતી અને અખિલેશ યાદવને સ્પષ્ટ જવાબ આપ્યો હતો. પ્રયાગરાજથી વારાણસી સુધી બોટની મુસાફરી કરી રહેલા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, અમારામાં કોઈ જ કંફ્યૂઝન નથી. અમે તો ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ લડી રહ્યાં છીએ.

કોંગ્રેસે રવિવારે 7 બેઠકો પર ઉમેદવાર ના ઉતારવાની જાહેરાત કરી હતી

રાજ બબ્બરે કહ્યું હતું કે, ફાસીવાદી શક્તિઓને હરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ 7 બેઠકો પર પોતાના ઉમેદવારો ના ઉતારવાનો નિર્ણય લીધો છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, અમે સપા-બસપા અને આરએલડી માટે બેઠકો ખાલી છૉડી રહ્યાં છીએ. આ બેઠકોમાં મેનપુરી, કન્નૌજ, ફિરોઝાબાદ ઉપરાંત એ બેઠકો છે જે માયાવતી, આરએલડીના નેતા જયંતજી અને અજીત સિંહ ચૂંટણી લડશે. આ ઉપરાંત અમે ગોંડા અને પીલીભીત બેઠક પરથી પણ અમારા ઉમેદવારો નહીં ઉતારીયે. અહીંથી અમારી સહયોગી અપના દળના ઉમેદવારો ચૂંટણી લડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન