જામનગર: આરોગ્ય વિભાગનું કામ કર્યું કૉંગ્રેસે, કેરીનાં ગોડાઉનમાં પાડ્યા દરોડા - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જામનગર: આરોગ્ય વિભાગનું કામ કર્યું કૉંગ્રેસે, કેરીનાં ગોડાઉનમાં પાડ્યા દરોડા

જામનગર: આરોગ્ય વિભાગનું કામ કર્યું કૉંગ્રેસે, કેરીનાં ગોડાઉનમાં પાડ્યા દરોડા

 | 7:33 pm IST

જામનગર શહેરમાં કૉંગ્રેસ દ્વારા કેરીનાં ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને કેરીનાં વેપારીઓ જે ગોડાઉનમાં કેરીને કેમિકલથી પકવે છે તે કેમિકલને પકડી પાડ્યું હતું. જામનગરમાં આજ રોજ કૉંગ્રેસ દ્વારા શહેરનાં શાક માર્કેટ વિસ્તારમાં આવેલા કેરીનાં ગોડાઉનમાં જનતા રેઇડ પાડવામાં આવી હતી અને કોઈ વેપારી કાર્બાઇડથી કે અન્ય કોઈ પ્રદાર્થથી કેરીને પકવતા હોઈ ત્યાં વિપક્ષ દ્વારા ગોડાઉનમાં ઘોસ બોલાવાઇ હતી.

આ રેઇડ દરમિયાન કૉંગ્રેસ દ્વારા કેરીનાં ગોડાઉનમાંથી રોયલ ટોમ નામનું કેમિકલ પકડી પાડવામાં આવ્યું હતું. આ કેમિકલથી કેરીનાં વેપારીઓ કેરીને ઝડપથી પકવતા અને માર્કેટમાં વેચાણ કરતા આથી કૉંગ્રેસ દ્વારા આ કેમિકલથી પકવાતી કેરીઓ ઝડપી પાડવામાં આવી હતી અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી.

અત્યારે હિન્દૂ ધર્મનો પવિત્ર પુરષોત્તમમાસ અને મુસ્લિમ ધર્મનો રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે કોઈપણ ગ્રાહક આરોગ્યપ્રદ કેરી ના આરોગે તેમ જણાવાયુ હતું અને કૉગ્રેસ દ્વારા આરોગ્ય વિભાગ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે આરોગ્ય અને ફૂડ વિભાગ ભાગ્યે જ બજારમાં જાય છે અને માત્ર કાગળ પર કાર્યવાહી કરી વેપારીઓને છાવરે છે.