JD(S)એ ધારાસભ્યના સમર્થનની ચિઠ્ઠી ગવર્નર વજુભાઇને સોંપી - Sandesh
  • Home
  • India
  • JD(S)એ ધારાસભ્યના સમર્થનની ચિઠ્ઠી ગવર્નર વજુભાઇને સોંપી

JD(S)એ ધારાસભ્યના સમર્થનની ચિઠ્ઠી ગવર્નર વજુભાઇને સોંપી

 | 6:58 pm IST

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજકીય સ્થિતિ ખૂબ જ દિલચસ્પ થઇ ગઇ છે. કોઇ એક પક્ષને બહુમતી ન મળવાના લીધે સકકાર બનાવાને લઇ દાવ-પેંચ મંગળવાર સાંજથી જ ચાલી રહ્યાં છે. સૌથી મોટા પક્ષ તરીકે જ્યાં ભાજપ સરકાર બનાવાનો દાવો રજૂ કરી રહી છે ત્યાં કૉંગ્રેસ અને જેડીએસ એક સાથે આવી ગયા છે અને તેમની તરફથી એસડી કુમારસ્વામીને સીએમ પદના દાવેદાર બનાવાયા છે. મંગળવારના રોજ ભાજપ અને કૉંગ્રેસ જેડી(એસ) બંનેએ સરકાર બનાવાનો દાવો રજૂ કર્યો હતો. બુધવાર સાંજે એક વખત ફરીથી કુમારસ્વામીએ સરકાર બનાવાનો દાવો કજૂ કરતાં રાજ્યપાલની મુલાકાત કરી.

પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા એચડી કુમારસ્વામીએ બુધવારના રોજ રાજ્યપાલ વજુભાઇ સાથે મુલાકાત કરી. કુમારસ્વામીએ રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ અમે તમામ જરૂરી કાગળિયા રાજ્યપાલને સોંપી દીધા છે, જેના પરથી લગાવી શકે છે કે અમારી સરકાર બનાવા માટે પર્યાપ્ત સંખ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યપાલે અમે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સંવૈધાનિક પધ્ધતિથી નિર્ણય લેશે. કુમારસ્વામીએ કહ્યું કે અમારી પાસે 117 ધારાસભ્યોનું સમર્થન છે અને અમે અમારી સરકાર બનાવાની સ્થિતિમાં છીએ.

પાર્ટીના સાંસદ તૂટવાની વાત પર કૉંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું કે અમારા એક પણ સભ્ય બહાર ગયા નથી અને અમે આવું કંઇ થવા દઇશું નહીં. કૉંગ્રેસ નેતા અશોક ગેહલોતે કર્ણાટકમાં થઇ રહેલ કોશિષોને લઇ કહ્યું કે લોકતંત્રની ગત્યા કરનારા દેશમાં આગળ વધી રહ્યા છે અને આ દેશનું દુર્ભાગ્ય છે.

ધરણા પર બેસશે કાર્યકર્તા
કુમારસ્વામીની સાથે રાજભવન પહોંચેલા જેડી (એસ) કાર્યકર્તાઓએ ભાજપની વિરૂદ્ધ પ્રદર્શન પણ કર્યું. સૂત્રોનું માનીએ તો જો કૉંગ્રેસ અને જેડીએસને રાજ્યપાલ દ્વારા સરકાર બનાવા માટે બોલાવામાં આવશે નહીં તો ધારાસભ્ય ગુરૂવારથી જ રાજભવનની બહાર ધરણા પર બેસશે. આ ધરણામાં સાંસદ પણ તેમની સાથે સામેલ થઇ શકે છે.

ભાજપ પર મૂકયો આરોપ
આપને જણાવી દઇએ કે કૉંગ્રેસ ભાજપ પર ધારાસભ્યોને તોડવાની કોશિષનો આરોપ મૂકી રહી છે ત્યાં ભાજપનું કહેવું છે કે કૉંગ્રેસ સત્તા મેળવવા માટે ‘બેક ડોર એન્ટ્રી’ની કોશિષ કરી રહ્યું છે.