Congress leader Amit Chavda target gujarat bjp over new cabinet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતની જનતાએ જે વિશ્વાસે ભાજપને શાસન સોંપ્યું, તે હવે ભગવાન ભરોસે: અમિત ચાવડા

ગુજરાતની જનતાએ જે વિશ્વાસે ભાજપને શાસન સોંપ્યું, તે હવે ભગવાન ભરોસે: અમિત ચાવડા

 | 9:42 pm IST
  • Share

ખેડા જિલ્લામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં તાલુકા-જિલ્લા સંયોજક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સંયોજકો સાથે સંવાદ કરતા અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, સરકારની જે નિષ્ફળતાઓ છે, તેના ભાગ સ્વરૂપે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુખ્યમંત્રી અને મંત્રીઓના રાજીનામાં લઈને ચહેરા બદલવાનો પ્રયત્ન કરે છે. જો કે ચહેરાઓ બદલવાથી નિષ્ફળતાઓ છૂપાવી નહીં શકાય.

જે પ્રજાએ તમને 5 વર્ષ માટે મેન્ડેટ આપ્યો હતો, તે પ્રજાના મેન્ડેટનો અનાદર કરો છો. તમામ રીતે નિષ્ફળ ગયેલી સરકાર આજે ચહેરા બદલવાનો પ્રયત્ન કરે છે. ગુજરાતની જનતાએ જે વિશ્વાસ સાથે તમને શાસન સોંપ્યું હતું, તે પ્રજા અત્યારે ભગવાન ભરોસે છે.

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના દાદાના મુવાડા ગામને આખેઆખુ વેચી મારવા મામલે કોંગ્રેસ નેતાએ રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, શાસનમાં બેઠેલા મંત્રીઓના મળતીયાઓ આખે-આખા ગામનો દસ્તાવેજ કરી દે છે અને સમગ્ર ગામને પોતાના નામે લખવી દે છે. કોંગ્રેસ પક્ષ ગ્રામજનોની સાથે રહી સરકારમાં રહેલા લોકોનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો