Congress Leader Amrinder Singh Raja Warring Big Statement On Sidhu
  • Home
  • Featured
  • પ્રિયંકાએ સિદ્ધૂને લઈ લીધો મોટો નિર્ણય! પંજાબના રાજકારણમાં થઈ શકે છે ભારે ઉથલપાથલ

પ્રિયંકાએ સિદ્ધૂને લઈ લીધો મોટો નિર્ણય! પંજાબના રાજકારણમાં થઈ શકે છે ભારે ઉથલપાથલ

 | 4:59 pm IST

નવજોત સિંહ સિદ્ધુને લઈ ફરી એકવાર પંજાબના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પંજાબમાં ચર્ચા ચાલી રહી છે કે, સિદ્ધુ ફરી એકવાર પંજાબની કેબિનેટમાં શાનદાર પુનરાગમન કરશે. આ વખતે તો તેમને પ્રમોશન પણ આપવામાં આવશે. સિદ્ધુને રાજ્યના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઈચ્છે છે કે, સિદ્ધૂને પંજાબના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવે અને આ વાતની જાણકારી તેઓ સીએમ કેપ્ટન અમરિંદર સિંહને પણ આપી ચુક્યા છે. માનવામાં આવે છે કે પાર્ટીથી નારાજ ચાલી રહેલા પંજાબ કોંગ્રેસના ધારાસભ્યોને સંતુષ્ઠ કરવા અને આમ આદમી પાર્ટી અને ભાજપ તરફથી સિદ્ધૂને ફરી એકવાર પોતાના પક્ષમાં કરવાને લઈ ચાલી રહેલી ગતિવિધિ વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડને સિદ્ધૂને હવે હાંસિયા પર ધકેલવુ ભારે પડી શકે છે.

એવુ પણ માનવામાં આવે છે કે, કેપ્ટન સરકારથી અનેક ધારાસ્સભ્યો નારાજ ચાલી રહ્યાં છે અને આ નારાજ ધારાસભ્યોની આગેવાની સિદ્ધૂ કરી રહ્યાં છે. જેના કારણે જ સિદ્ધૂની કેબિનેટમાં વાપસી કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અને તેમને ડેપ્યુટી સીએમ પદ પણ આપવામાં આવી શકે છે. આ મામલે પંજાબ કોંગ્રેસના તમાન નેતાઓ અને ખુદ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ પણ તોળી તોળીને બોલી રહ્યાં છે.

નવજોત સિંહ સિદ્ધૂની કેબિનેટ બેઠકમાં ડેપ્યુટી સીએમ તરીકે શાનદાર કમબેકની અટકળો પર સુનીલ જાખડે કહ્યું હતું કે, આ નિર્ણય સૌકોઈને સ્વિકાર્ય હશે. તો બીજી બાજુ પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહની પોલીટિકલ એડવાઈઝર અને ધારાસભ્ય અમરિંદર સિંહ રાજા વડિંગે એમ કહીને નવો જ વિવાદ ઉભો કર્યો છે કે, જે મંત્રી સારી રીતે પોતાનું કામ નથી કરી રહ્યાં, જેમનું પરફોર્મન્સ નથી સારૂ તેમને મંત્રીમંડળની બહારનો રસ્તો દેખાડી દેવો જોઈએ.

પ્રિયંકા ગાંધીના આ નિર્ણયથી પંજાબના રાજકારણમાં આગામી દિવસોમાં કઈંક નવાજુની જોવા મળી શકે છે. કારણ કે સીએમ કેપ્ટન અને સિદ્ધૂ વચ્ચેની દુશ્મની સૌકોઈને ખબર છે. તેવામાં ફરી એકવાર સિદ્ધુ અને અમરિંદર સિંહને એક જ છત્ર નિચે લાવવા કોંગ્રેસ હાઈકમાન્ડ માટે લાભદાયક નિવડશે કે નુંકશાન કરાવશે તે તો સમય જ બતાવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન