Congress Leader Arjun Modhwadia On CR Patil Comment Over Jobs for bjp worker
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાટીલના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર- ‘ગુજરાત સરકાર ભાજપની પેઢી નથી’

પાટીલના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર- ‘ગુજરાત સરકાર ભાજપની પેઢી નથી’

 | 5:37 pm IST
  • Share

  • પાટીલે ભાજપના પેજ પ્રમુખોને નોકરી આપવા મુદ્દે આપ્યું નિવેદન
  • ગુજરાતના રાજકીય ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું જૂઠ્ઠાણું
  • ભાજપ રાજ્યના લાયકાત ધરાવતા યુવાનોને અન્યાય કરે છે

 

ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભાજપના પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આપેલા નિવેદનને લઈને વિવાદ થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં સીઆર પાટીલે ભાજપના કાર્યકર્તાઓને નોકરી અપાવવાને લઈને જે નિવેદન આપ્યું હતું, તેની કોંગ્રેસ પાર્ટીએ ટીકા કરી છે.

આ અંગે ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપના પ્રદેશ પ્રમુખના નિવેદનને વખોડતા જણાવ્યું કે, ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની પેઢી નથી. ભાજપના પ્રમુખ સીઆર પાટીલનું ભાજપના પેજ પ્રમુખોને નોકરી આપવાનું જે નિવદન છે, તે ગુજરાતના રાજકીય ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું જૂઠ્ઠાણું છે. ભાજપ પોતે જ દાવો કરી રહી છે કે, અમારા 45 હજાર જેટલા બૂથ છે, જેની બૂથ કમિટી બનાવી છે. આ ઉપરાંત દરેક બૂથની અંદર 30 પેજ હોય, તે માટે પેજ પ્રમુખો પણ બનાવ્યા છે અને પેજની કમિટી પણ હોય.

આ રીતે ગણતરી કરીએ તો, પેજ પ્રમુખોની સંખ્યા 14 લાખ થવા જાય અને ભાજપના દાવા પ્રમાણે તેના સભ્યોની સંખ્યા 1 કરોડ છે. મારો ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને એક જ પ્રશ્ન છે કે, તમે આ એક કરોડમાંથી કેટલા લોકોને સરકારી નોકરી અપાવી? જો અપાવી તો કંઈ પરીક્ષા પાસ કરીને અપાવી?

આ ગુજરાત સરકાર છે, તે ભાજપની પેઢી નથી, તે બંધારણના નિયમોથી બંધાયેલી છે. તે ગમે તેવા લલ્લૂ-પંજૂને સરકારી નોકરી ના આપી શકે. ગુજરાતની અંદર આજે પણ સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓની જે કુલ જગ્યા છે, તે બધી ભેગી કરો તો પણ 15 લાખ નથી થતી. શું તમામ પેજ પ્રમુખોને નોકરી અપાવવાની છે.

મારી ભાજપના સક્રિય કાર્યકર્તાઓ છે, તેમને પણ વિનંતી છે કે, જો તમારા પરિવારમાંથી કોઈને સરકારી નોકરી ના મળતી હોય તો પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને એક ફોન કરીને કહો કે મારા દીકરાને સરકારી નોકરી મળશે કે કેમ? તે જાહેરમાં આવીને કહે.
 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો