Congress leader Begum Noor Bano blames Indian Army for Pulwama attack
  • Home
  • India
  • કોંગ્રેસનાં પૂર્વ સાંસદનો બફાટ, ત્રાસવાદ માટે ખુદ CRPF જવાબદાર

કોંગ્રેસનાં પૂર્વ સાંસદનો બફાટ, ત્રાસવાદ માટે ખુદ CRPF જવાબદાર

 | 8:15 pm IST

પુલવામા જિલ્લાનાં અવંતીપોરા ખાતે ગુરુવારે સીઆરપીએફના કાફલા પર કરવામાં આવેલા આત્મઘાતી હુમલા પછી આતંકીઓ અને આતંકવાદ સામે કેવી રીતે લડવું તેની રણનીતિ ઘડવામાં આવી રહી છે. દેશના તમામ લોકો આતંકીઓ સામે લાલ આંખ કરી છે.

પુલવામા હુમલાની તમામ પક્ષોના નેતાઓએ ભારે દુઃખદર્દ સાથે નિંદા કરી હતી અને આતંકવાદ સામે લડવા ૩ મુદ્દાનો ઠરાવ પસાર કરાયો હતો. કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથસિંહે તમામ નેતાઓને પુલવામા હુમલાની અને સરકારે લીધેલાં પગલાંની રજેરજની માહિતી આપી હતી. આતંકવાદ અંગે સરકારના ઝીરો ટોલરન્સનો પુનરોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કહ્યું હતું કે, આખો વિરોધપક્ષ આતંક સામે લડવાના મુદ્દે સેના અને સરકારની સાથે મજબૂતીથી ઊભો છે. ત્યાં જ ઉત્તર પ્રદેશનાં રામપુર ખાતેના કોંગ્રેસનાં પૂર્વ સાંસદે બફાટ કર્યો છે.

ઉત્તર પ્રદેશનાં રામપુર ખાતેના કોંગ્રેસનાં પૂર્વ સાંસદ બેગમ નૂર બાનોએ ત્રાસવાદ વકરવા માટે અને આતંકી ઘટનાઓ માટે સુરક્ષાદળોને જ જવાબદાર ઠરાવ્યાં હતાં. તેમણે 40 જવાનોની શહીદી માટે ખુદ CRPF સામે જ આંગળી ઉઠાવીને કહ્યું હતું કે, સીઆરપીએફને અગાઉથી હુમલા અંગેની જાણ કરીને એલર્ટ કરવામાં આવેલ હતી તે પછી હુમલો રોકવાની જવાબદારી CRPFની હતી. ફોજીઓને અગાઉથી જાણ હતી તેમ છતાં તેમની બેદરકારીને કારણે આ દુઃખદ ઘટના બની હતી. આની અસર આપણા સૌ પર પડશે. સુરક્ષાની જવાબદારી ફોજીઓની પોતાની હતી અને તેમની પાસે સુરક્ષા માટે પોતાના માણસો હતાં આમ છતાં હુમલો થયો તો તેની જવાબદારી ફોજની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.