Congress Leader Bharatsinh Solanki Moved on Ventilator
  • Home
  • Ahmedabad
  • ભરતસિંહ સોલંકીને વેન્ટિલેટર પર ખસેડાયા, CM રૂપાણીએ ખબર અંતર પૂછ્યા

ભરતસિંહ સોલંકીને વેન્ટિલેટર પર ખસેડાયા, CM રૂપાણીએ ખબર અંતર પૂછ્યા

 | 9:32 pm IST

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત દિવસે ને દિવસે લથડી રહી છે. અને તેઓની તબિયતમાં કોઈ સુધારો આવી રહ્યો નથી. ડોક્ટરો તેમને સ્વસ્થ કરવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, ભરતસિંહની તબિયત ખરાબ થતાં તેઓને ઓક્સિજન સપોર્ટ પરથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. તો સીએમ રૂપાણીએ પણ ભરતસિંહ સોલંકીના ખબર અંતર પુછ્યા છે.

67 વર્ષીય ભરતસિંહ સોલંકીને અગાઉ પ્લાઝમા ખેરાપી આપવામાં આવી હતી. પણ તેમ છતાં તેઓની તબિયતમાં સુધારો થયો ન હતો. જે બાદ આજે તેઓને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. CIMS હોસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે, ભરતસિંહને હાલમાં વેન્ટિલેટર રાખવામાં આવ્યા છે. વેન્ટિલેટર પર ભરતસિંહની હાલત સ્થિર છે. મહત્વનું છે કે, ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને 22 જૂનથી સારવાર ચાલી રહી છે. એટલું જ નહીં, સીમ્સ હોસ્પિટલ દ્વારા એઈમ્સના ડો. રણદીપ ગુલેરીયા સહિત અનેક મોટા ડોક્ટરોનો સંપર્ક પણ સાધવામાં આવી રહ્યો છે. તો સાથે જ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના ખબર અંતર પૂછ્યા છે. તેમણ CIMS હોસ્પિટલના ડોક્ટર્સ સાથે આ અંગે ચર્ચા પણ કરી છે. યોગ્ય સારવાર અને સવલત માટે તેમણ ભલામણ કરી છે. કોરોના સંક્રમિત ધારાસભ્યો સાથે પણ તેમણે ટેલિફોનિક વાતચીત કરી છે. તેમણે ગેનીબેન ઠાકોર અને જે. વી. ઝાલાવાડિયા સાથે વાત કરી છે.

આ વીડિયો પણ જુઓઃ અમદાવાદ શહેરમાં ફરી થશે સુપરસ્પ્રેડરના કોરોના ટેસ્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન