Congress leader Bharatsinh Solanki's health deteriorates, shifted from Vadodara to Ahmedabad for treatment late at night
  • Home
  • Ahmedabad
  • કોંગ્રેસ અગ્રણી ભરતસિંહની તબિયત વધુ લથડી, મોડીરાત્રે વડોદરાથી સારવાર અર્થે અમદાવાદમાં ખસેડાયા

કોંગ્રેસ અગ્રણી ભરતસિંહની તબિયત વધુ લથડી, મોડીરાત્રે વડોદરાથી સારવાર અર્થે અમદાવાદમાં ખસેડાયા

 | 8:34 am IST

કોંગ્રેસ અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીની વડોદરા હોસ્પિટલમાં તબિયત વધુ લથડતા તેમને મોડીરાત્રે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકી છેલ્લા એક અઠવાડિયાથી વડોદરાની માંજલપુરમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ મોડીરાત્રે કોંગ્રેસના નેતાની તબિયત વધુ બગડી હતી. કોંગ્રેસ નેતા કોરોના વાયરસ પોઝિટીવ આવતા માંજલપુર ખાતેની બેંકર્સ હાર્ટ સુપરસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં છેલ્લા અઠવાડિયાથી સારવાર લઇ રહ્યા હતા.

ભરતસિંહ હાલ ઇન્ટરમીટર હાઈફલો ઓન ઓક્સિજન થેરાપી પર છે. ત્યારે વધુ સારવાર માટે એક કલ્લાકમાં વડોદરાથી અમદાવાદ લઈ જવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી એવું જાણવા મળી રહ્યું છે કે ભરતસિંહ સોલંકીને અમદાવાદ ખાતે સિમ્સ અંથવા ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.

રાજ્યસભાની ચૂંટણી બાદ તબિયત લથડતાં તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો, જે પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે વડોદરાના માંજલપુરની બેન્કર્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે સોમવારે તેમની તબિયત વધુ બગડતાં તેમને મોડી સાંજે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

આ પણ જુઓ વીડિયો: અમદાવાદ- પોલીસકર્મીનો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન