congress leader digvijaya singh attacks mohan bhagwat rss
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિગ્વિજય સિંહે ભાગવત પર સાધ્યુ નિશાન, વર્કિંગ વુમનને લઇને તાલિબાન- RSSના વિચારો એક જેવા

દિગ્વિજય સિંહે ભાગવત પર સાધ્યુ નિશાન, વર્કિંગ વુમનને લઇને તાલિબાન- RSSના વિચારો એક જેવા

 | 9:53 am IST
  • Share

જ્યારથી અફઘાનિસ્તાને તાલિબાનનું શાસન આવ્યુ છે ભારતમાં આ મામલે ઉગ્ર ચર્ચાઓ જામી છે. વચગાળાની સરકાર બનાવ્યા બાદ તાલિબાને નિવેદન આપ્યું કે મહિલાઓ મંત્રી બની શકે નહીં. આ મામલે હવે ભારતમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે RSSને લઇને આકરા પ્રહારો કર્યા છે.

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે શુક્રવારે એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે તાલિબાન કહે છે કે મહિલાઓ મંત્રી બનવા યોગ્ય નથી, મોહન ભાગવત કહે છે કે મહિલાઓએ ઘરમાં જ રહીને ઘર ચલાવવું જોઈએ. શું RSSના વિચારો તાલિબાન જેવા નથી? મહિલાઓને મામલે RSSના વિચારો અને તાલિબાનના વિચારો એક સમાન છે.

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે RSSના વડા મોહન ભાગવતનું 2013નું એક જૂનું નિવેદન શેર કર્યું છે. જેમાં મોહન ભાગવતે કહ્યું કે લગ્ન એ પતિ અને પત્ની વચ્ચેનો એક કરાર છે, જેમાં પત્ની ઘર અને અન્ય વસ્તુઓનું ધ્યાન રાખે છે જ્યારે પતિ કામ અને સ્ત્રીની સલામતીનું ધ્યાન રાખે છે.

ભારતમાં તાલિબાનને લઇને ચર્ચાએ જોર પકડ્યુ

હાલ જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયા પર તાલિબાનના મુદ્દે ભારતમાં સતત ચર્ચા ચાલી રહી છે. વિપક્ષના ઘણા નેતાઓ દ્વારા સરકારને આ મુદ્દે ઘેરી લેવામાં આવી છે, જ્યારે ઘણા નેતાઓએ તાલિબાન વિશે આવા નિવેદનો આપ્યા છે, જેનાથી હોબાળો મચી ગયો છે. 

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ભારત સરકાર પાસે અફઘાનિસ્તાન અંગેની નીતિ સ્પષ્ટ કરવાની માંગ કરી હતી. દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને લખ્યું છે કે મોદી-શાહ સરકારે હવે સ્પષ્ટ કરવું પડશે કે તાલિબાન સરકાર જેમાં જાહેર કરાયેલા આતંકવાદી સંગઠનના સભ્યો અને જાહેર કરાયેલા આતંકવાદી મંત્રી છે. શું ભારત તેને માન્યતા આપશે? સરકારે હવે પોતાનું વલણ સ્પષ્ટ કરવુ પડશે.

તાલિબાને શું કર્યુ હતુ નિવેદન જેનાથી વિવાદ વકર્યો
અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને કહ્યું હતું કે સરકારમાં મહિલાઓનો સમાવેશ થશે. પરંતુ તાજેતરમાં જાહેર થયેલી વચગાળાની સરકારમાં મહિલાઓને સ્થાન નથી, આ દરમિયાન તાલિબાનોએ નિવેદન આપ્યું છે કે મહિલાઓ મંત્રી બની શકે નહી, મહિલાઓ માત્ર બાળકોને પેદા કરી શકે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો