Congress Leader Hardik Patel Working President Gujarat Congress Tweet Viral on One Third Majority in 2022 Assembly Election
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોંગ્રેસના નવા કાર્યકારી અધ્યક્ષ હાર્દિકે સત્તામાં આવતાં જ જબરદસ્ત ભાંગરો વાટ્યો, લોકો રાજી થઈને કરી એવી કોમેન્ટ કે…

કોંગ્રેસના નવા કાર્યકારી અધ્યક્ષ હાર્દિકે સત્તામાં આવતાં જ જબરદસ્ત ભાંગરો વાટ્યો, લોકો રાજી થઈને કરી એવી કોમેન્ટ કે…

 | 7:11 am IST
  • Share

છેલ્લા આઠ મહિનાથી ગુજરાત કોંગ્રેસનું સંગઠન માળખું વિખેરાયેલું પડયું છે. ખુદ હાઈકમાન્ડ અસમંજસમાં છે ત્યારે લાંબા સમય બાદ માંડ એક કાર્યકારી પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થઈ છે, આ નિમણૂક થતાંની સાથે જ હોદ્દો મેળવવા તલપાપડ આગેવાનોએ સંગઠનમાં પોતાને સ્થાન મળે તે માટે દબાણ-લોબિંગ શરૂ કરી દીધું છે.

પ્રદેશ કોંગ્રેસને ટૂંક સમયમાં તેની પરંપરા પ્રમાણે હજુ વધુ ત્રણ કાર્યકારી પ્રદેશ પ્રમુખ મળશે, એટલું જ નહીં પરંતુ નિશ્ચિત જવાબદારી સાથે કમસે કમ ૭૫ અને વધુમાં વધુ ૧૦૦ જેટલા હોદ્દેદારોનું નવું માળખું જાહેર થશે.

સૂત્રો કહે છે કે, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તેમજ પ્રદેશના કેટલાક સિનિયર નેતાઓ પણ પોતાના માણસો સંગઠનમાં ગોઠવાય તેની વેતરણમાં લાગ્યા છે. માળખાની રચનાનો સળવળાટ શરૂ થતાં જ લોબિંગનો દોર શરૂ થયો છે. એક હકીકત એ પણ છે કે, સંગઠનની યાદી પ્રદેશ કોંગ્રેસે મહિનાઓ પહેલાં જ હાઈકમાન્ડને આપી દીધી છે, પરંતુ મંજૂરીની મહોરમાં લાંબો સમય વીતી રહ્યો છે.

ગુજરાત વિધાનસભાના વર્ષ ૨૦૧૭ના ચૂંટણી પરિણામો બાદ હાઈકમાન્ડે પ્રદેશ કોંગ્રેસની કમાન યુવા નેતાઓના હાથમાં સુપરત કરી હતી, જોકે તેઓ કંઈ ખાસ પરિણામ લાવી શક્યા નથી, તેમ છતાંય હવે કાર્યકારી પ્રદેશ પ્રમુખ પદે યુવા ચહેરાને સ્થાન મળતાં ફરી એક વાર કોંગ્રેસમાં સિનિયરો અને જુનિયરો સામસામે આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, અલબત્ત, પાર્ટીના નેતાઓ કહે છે કે, નવા માળખામાં સિનિયર અને જુનિયર એમ બંનેનું સમન્વય જોવા મળશે એટલે સામસામે આવવાના પ્રશ્નો નહીં થાય. 

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તેમજ વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસમાં જિલ્લા-શહેરના સંગઠનમાં પણ જ્યાં ફેરફાર કરવાની જરૂર લાગશે ત્યાં નિર્ણય કરવામાં આવશે. અલબત્ત, લાંબા સમયથી માળખું ન હોવાથી ગુજરાતમાં કોંગ્રેસ લોકોને કનડતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા, સ્કૂલો બંધ છતાંય શાળાઓ દ્વારા ફીના ઉઘરાણા, કોરોનાની મહામારીમાં મુશ્કેલીઓ, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો પર અસરકારક આંદોલન કરી શકી નથી.

હાર્દિક પટેલે ૧/૩ બહુમતની વાત કરતાં ટ્રોલ થયો, લોકો રાજી થયાં

કોંગ્રેસના નવા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટ કરી ભાંગરો વાટયો હતો કે, કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં ૧/૩ બહુમત સાથે સત્તામાં પાછી ફરશે. વિધાનસભામાં બહુમતિ માટે એક તૃતીયાંશ નહીં પણ બે તૃતીયાંશ બહુમતિની જરૂર પડે. પરંતુ આ લખવામાં છબરડો મારતાં રવિવારે બપોરે હાર્દિક ટ્વિટર પર ટ્રોલ થયો હતો.

સોશિયલ મીડિયા પર લોકોએ મજા લીધી હતી. એક યૂઝરે થ્રી-ઈડિયટ ફિલ્મને ટાંકીને લખ્યું કે, કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા કુછ પતા નહિ. હાર્દિકને ભૂલ સમજાતાં જૂની ટ્વિટ ડિલિટ કરી નાખી હતી અને નવેસરથી ટ્વિટમાં બે તૃતીયાંશ લખતાં જ યૂઝરે મજા લીધી હતી કે, બહુ જલદી ધારાસભ્યોનો જુગાડ કરી લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન