Congress Leader Mani Shankar Aiyar Makes Claim Of Rift Between Modi And Shah Over NRC
  • Home
  • Featured
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પાકિસ્તાન જઈ ‘માનસિક દેવાળુ’ ફૂંક્યુ, મોદી-શાહ વચ્ચે મતભેદનો દાવો

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પાકિસ્તાન જઈ ‘માનસિક દેવાળુ’ ફૂંક્યુ, મોદી-શાહ વચ્ચે મતભેદનો દાવો

 | 9:10 pm IST

પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે પંકાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે ફરી એકવાર દુશ્મન દેશ પાકિસ્તાનની ધરતી પર જઈ ભારતને લઈને નકારાત્મક ટીકા કરી હતી. મણિશંકરે ભારતની આંતરીક બાબતને લઈ પાકિસ્તાનમાં ભાંગરો વાટી ફરી એકવાર પોતાનો પાકિસ્તાન પ્રેમ જાહેર કર્યો છે. આ સાથે જ મણિશંકર અય્યરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના સંબંધોને પણ નકારાત્મક ટિપ્પણી કરી હતી.

કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર ગત સોમવારે પાકિસ્તાનમાં એક ચર્ચામાં શામેલ થયા હતાં. આ ચર્ચામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના સહયોગી પણ હાજર રહ્યાં હતાં. જેમાં તેમને ભારતને લઈને નકારાત્મક વાતો કરી હતી.

આ ચર્ચા દરમિયાન મણિશંકર અય્યરે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ભારતમાં હિંદુત્વનો ચહેરો છે. નરેન્દ્ર મોરી સરકારમાં એનપીઆરને એનઆરસી અમલી બનાવવાના માર્ગમાં અડચણરૂપ તરીકે જોવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યર ગત સોમવારે પાકિસ્તાનના લાહોરમાં એક ચર્ચામાં ભાગ લેવા ગયા હતાં. જ્યાં તેમણે પાકિસ્તાનની ધરતી પર ભારતની આંતરીક બાબતોને જાહેર કરતા કહ્યું હતું કે, આ બાબતને લઈને દેશમાં હિંદુત્વનો ચહેરો એવા બે લોકોમાં મતભેદ છે. મને લાગે છે કે અમે અનેક બાબતો જોઈએ છે. જે લોકો મને પસંદ કરે છે તેમને લાગી શકે છે કે આ બાબતો આંતરરાષ્ટ્રીય રૂપે યોગ્ય નથી અને મારા મતે મોદી તેને સરળતાથી યથાવત રાખી શકે છે. 

મણિશંકર અય્યરે લાહોરમાં એક પેનલમાં ચર્ચા દરમિયાન દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે એનપીઆર અને એનઆરસીને લઈને ભારે મતભેદ છે. આ જોડી હિંદુત્વનો ચહેરો છે. મણિશંકર અય્યરે કહ્યું હતુ કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક યારેય નથી સ્વિકાર્યું કે આ એનઆરસીની ઉત્તરાધિકારી છે. જ્યારે સંસદમાં ખુદ ગ્રહમંત્રી અમિત શાહે કહ્યું હતું અને લેખિતમાં આશ્વાસન પણ આપ્યું  હતું કે, આ એનઆરસીના પહેલાનું પગલું છે. મણિશંકરની આ પેનલમાં પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકારન નઝમ સેઠી પણ હાજર રહ્યાં હતાં.

કાતિલ કહીને બરાબરના ભેરવાયા મણિશંકર

મણિશંકર પાકિસ્તાનમાં પેનલમાં ભાગ લઈને આવ્યા તેના બીજા જ દિવસે દિલ્હીના શાહિનબાગ પહોંચ્યા હતાં જ્યાં સીએએ વિરૂદ્ધ એક મહિનાથી લોકો પ્રદર્શન કરી રહ્યાં છે. અહીં તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું  હતું કે, ભાજપે સબકા સાથ, સબકા વિકાસના નારાને આધારે ચૂંટણી જીતી હતી પરંતુ સબકા સાથ, સબકા વિનાશ થઈ રહ્યો છે. તેમને કહ્યું હતું કે, તે તેમની એ લોકોની સાથે છે અને જોશે કે કોનો હાથ મજબુત છે- અમારો કે એ ‘કાતિલ’નો. બાદમાં પત્રકારો દ્વારા કાતિલ શબ્દ કોના માટે હતો તે વિષે પુછવામાં આવતા અય્યરે કોઈ જ જવાબ આપ્યો નહોતો. આ અગાઉ મણિશંકર અય્યર નરેન્દ્ર મોદી માટે  ‘નીચ’ અને ‘ચાવાળો’ શબ્દ વાપરી ચુક્યા છે.

અય્યરના પાકિસ્તાનમાં ભારત અને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લઈને આપવામાં આવેલા નિવેદન તેમન શાહિનબાગમા નરેન્દ્ર મોદીને લઈને કરવામાં આવેલા શબ્દ પ્રયોગથી દેશભરમાં વિવાદ વકરે તેવી શક્યતા છે.

જુઓ આ વીડિયો પણ :ક્યારે લાગશે મોંઘવારી પર લગામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન