Congress Leader Manish Tewari Tweet about Attack On Hindu
  • Home
  • Featured
  • ‘કાશ્મીરથી લઈને બાંગ્લાદેશ સુધી- હિન્દુઓની કેમ થઈ રહી છે હત્યા?’

‘કાશ્મીરથી લઈને બાંગ્લાદેશ સુધી- હિન્દુઓની કેમ થઈ રહી છે હત્યા?’

 | 11:22 pm IST
  • Share

  • સાઉથ એશિયામાં મોટો ઈસ્લામિક એજન્ડા કામ કરે છે
  • કોંગ્રેસ સાંસદનું ટ્વીટ કંઈ તરફ કરી રહ્યું છે ઈશારો?
  • બાંગ્લાદેશમાં હિન્દુઓ અને મંદિરો પર હુમલા

બાંગ્લાદેશથી લઈને કાશ્મીર સુધી બિન-મુસ્લિમોને ટાર્ગેટ કરીને તેમની પર હુમલો કરીને હત્યા કરવાના કિસ્સાઓમાં છેલ્લા થોડા દિવસોથી ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનિષ તિવારીએ સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ ટ્વીટ કર્યું છે કે, “શું કાશ્મીરમાં થઈ રહેલી બિન-મુસ્લિમોની હત્યા, બાંગ્લાદેશમાં થઈ રહેલી હિન્દુઓની હત્યા અને પૂંછ સેક્ટરમાં 9 જવાનોના બલિદાન વચ્ચે કોઈ લિન્ક છે? દક્ષિણ એશિયામાં એક મોટો ઈસ્લામિક એજન્ડા કામ કરી રહ્યો છે.

જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી બિન-મુસ્લિમોને ટાર્ગેટ કરવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આ અઠવાડિયામાં જ એન્ટી ટેરર ઑપરેશનમાં 9 જવાનો શહીદ થઈ ચૂક્યાં છે.

થોડા દિવસ પહેલા જ પૂંછ સેક્ટરમાં થયેલી અથડામણમાં 5 જવાનો શહીદ થઈ ગયા હતા. જે બાદ 14 ઑક્ટોબરે અન્ય એક અથડામણમાં વધુ 2 જવાનો શહીદ થયા હતા. આ સિવાય આતંકવાદીઓ દ્વારા છેલ્લા થોડા દિવસોમાં કાશ્મીરમાં વસતા પરપ્રાંતિયોને ટાર્ગેટ કરીને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યાં છે.

તાજેતરમાં કાશ્મીરમાં આતંકવાદીઓએ ત્યાંના સ્થાનિક નાગરિકોને પણ ટાર્ગેટ કર્યા હતા. જે તમામ બિન મુસ્લિમ હતા. આતંકવાદીઓએ લગભગ 5 દિવસમાં જ 7 સામાન્ય નાગરિકોની હત્યા કરી દીધી. જે બાદ સેના દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ ઑપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ અને મંદિરો પર હુમલા
કાશ્મીર ઉપરાંત બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ અને મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં કેટલાક હિન્દુ મંદિરોમાં દુર્ગા પૂજાના કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ હિંસામાં 4 લોકોના મોત થયા હતા. હાલ પણ બાંગ્લાદેશના અનેક જિલ્લાઓમાં સ્થિતિ તનાવપૂર્ણ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો